ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
22 જુન 2020
નેપાળ ચીનનુ કટપુતળી બની ચૂક્યું છે અને ત્યાંની સત્તાધીશ કમ્યુનિસ્ટ પાર્ટીના વડા પોતાની ખુરશી બચાવવા ભારતવિરોધી તમામ પ્રયત્નો કરી રહ્યા છે. હવે ઉત્તરાખંડ નજીક આવેલા નેપાળના ધારચૂલા એફ.એમ રેડિયો પર ભારતવિરોધી ગીતો સંભળાવવામાં આવી રહ્યા છે. જેમાં ભારતે બળજબરીપૂર્વક નેપાળના 3 ક્ષેત્રો હડપી લીધા હતા એ મુજબના ગીતો પ્રસારિત થઈ રહ્યા છે અને આ ગીતો હાલમાં તાજેતરમાં જ બનાવીને સંગીત બંધ્ધ કરી એક પ્લાનિંગ મુજબ ભારત વિરોધી પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. હકીકતમાં ઉત્તરાખંડ અને ધારચૂલા બોર્ડરની નજીક નજીક આવેલા વિસ્તારો હોવાથી નેપાળના એફએમ રેડિયો પર વાગતા ગીતો ભારતીય લોકો પણ આસાનીથી સાંભળી શકે છે..
નેપાળની આ હિન્દુસ્તાન વિરોધી દુષ્ટતાની ઉત્તરાખંડના નાગરિકો દ્વારા એફએમ પર પણ સુનાવણી થઈ રહી છે. નેપાળના ધરચુલા એફએમ રેડિયો સ્ટેશન પર આ ગીતો સાંભળીને ઉત્તરાખંડના લોકો ગુસ્સે થયા છે. તેમણે હવે નેપાળી એફએમ સાંભળવાનું બંધ કરી દીધું છે.
ઉલ્લેખનીય છે કે થોડા સપ્તાહ અગાઉ નેપાળે લિપુલેખ, કાલાપાની, અને લિમ્પિયા ધૂરા વિસ્તારો ભારતના હોવા છતાં પોતાના નકશામાં સામેલ કર્યા છે અને પ્રધાનમંત્રી ઓલીએ સંસદમાં પાસ પણ કરાવી લીધા છે.. જોકે આ અંગે ભારતે જબરદસ્ત વિરોધ નોંધાવ્યો છે અને આવનારા દિવસોમાં વાતચીત દ્વારા આનો ઉકેલ લાવવાની આશા સેવી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com