ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
20 જુન 2020 .
અનલોક 1.0 ની શરૂઆત બાદ અમુક જ ખાનગી અને સરકારી કાર્યાલયો ને શરૂ કરવાની પરવાનગી સરકારે આપી છે. જે બાદ ગઈ 15 મી જૂનથી ઉપનગરીય લોકલ ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ શરૂમાં માત્ર જીવન આવશ્યક સેવા સાથે જોડાયેલા લોકોને આમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમ કે વીજળી વિભાગ, બી એમ સી, બેસ્ટ, રેલવે, પોલીસ, મંત્રાલય, હોસ્પિટલો સાથે સંકળાયેલા લોકોને લોકલ ટ્રેનમાં પ્રવાસ ની છુટ આપવામાં આવી હતી. જે માટે મધ્ય અને પશ્ચિમ રેલવે મળીને રોજ 346 ટ્રેનો દોડાવવાનું નક્કી કર્યું હતું..
પરંતુ જીવન આવશ્યક ગણાતી ઘણી સેવાઓ ના કર્મચારીઓને રેલવેમાં પ્રવાસ મળતો ન હતો. જેમ કે કેન્દ્ર સરકારની બેંકો અને પોસ્ટના કર્મચારીઓ, ખાનગી અર્ધસરકારી, BMC બહારની મહાનગરપાલિકાના કર્મચારીઓ તેમજ એસ.ટી બસ ચલાવતા ડ્રાઈવર, કંડક્ટરો અને અન્ય કર્મચારીઓ વગેરેને લોકલ ટ્રેન માં પ્રવેશ આપવામાં આવતો ન હતો. પરંતુ એસટી અને અન્ય લોકોની માંગ પર મધ્ય અને પશ્ચિમ રેલવે આ લોકોને પણ પ્રવેશ આપવાનું નક્કી કર્યું છે..
જ્યારે બીજીબાજુ મુંબઈ બહાર, થાણા, પાલઘર અને રાયગઢ સુધી એસટી બસ દ્વારા તેમજ મુંબઈ બહાર આવેલા વિરાર, પનવેલ, બદલાપુર થી મુંબઈ નોકરી કરવા કરવા આવતા લોકોને પણ ટ્રેનમાં પ્રવેશ આપવાની માંગ સતત વધી રહી હતી. જે બાદ આ લોકોને પણ હવે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાનો આપવામાં આવ્યો છે..
આ માટે ઉપરોક્ત તમામ લોકોએ મળીને રાજ્યના મુખ્ય સચિવ અને પરિવહન મંત્રી અને પરબ ને પત્ર લખી માંગ કરી હતી. ત્યારબાદ રેલવે વિભાગે આ અંગે ચર્ચા-વિચારણા કરી ઉપરોક્ત તમામ લોકોને ટ્રેન માં પ્રવેશ આપવાનું નક્કી કર્યું છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com