ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
ગાંધીનગર.
20 જુન 2020
ગુજરાતમાં ગઈકાલે રાજ્યસભાની ચાર બેઠકો માટે થયેલા મતદાનનુ રીઝલ્ટ અપેક્ષા મુજબ જ આવ્યું છે. જેમાં ભારતીય જનતા પક્ષના ત્રણ અને કોંગ્રેસના એક ઉમેદવારની જીત નોંધાઈ છે. ભાજપમાંથી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીનનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ જીત્યા છે અને ભરતસિંહ સોલંકી ની હાર થઈ છે.
ગુજરાત રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ક્રોસ વોટિંગ થી બચવા માટે પ્રોક્ષી વોટિંગનો સહારો લીધો હતો. આમ ભાજપ દ્વારા ગુજરાતમાં પોતાના ત્રણેય ઉમેદવારોને જીતાડવા માટે ખાસ પ્રકારની વ્યૂહરચના ઘડવામાં આવી હતી.
દેશભરમાં કુલ આઠ રાજ્યની ૧૯ બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસ અને ભાજપના મળીને કુલ 170 ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. ગુજરાતમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વોટ અંગે કોંગ્રેસે વાંધો લીધો હતો પરંતુ પછી ચૂંટણી પંચે તેને ફગાવી દીધો હતો. જ્યારે બીજી બાજુ કોંગ્રેસના ધારાસભ્યો તૂટયા હતા અને BTP એ મતદાન કરવાથી દૂર રહેવાનું મુનાસિબ માન્યું, જેને કારણે ભાજપને ત્રણ બેઠકો આસાનીથી મળી ગઈ હતી.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com