ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી
20 જુન 2020
ચીની સેના ભારતીય સીમામાં ઘૂસી શકે નથી ઉલટાનુ સરહદ પર કડક પેટ્રોલિંગ થઈ રહ્યું છે જેનાથી ચીન ભૂરાયું થયું છે. જ્યાંરથી ભારતના પૂર્વી લદ્દાખની સીમા સ્થિત ઘાટીમાં ભારતીય સેના અને ચીનની સેના વચ્ચે હિંસક અથડામણ થઇ છે ત્યારથી, વિપક્ષો એમાં પણ ખાસ કરીને કોંગ્રેસ વારંવાર મોદી સરકાર પાસે સવાલો ઉભા કરી ખુલાસાઓ માંગતી હતી. આથી શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિસ્તૃત જાણકારી આપવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. મોટા ભાગના વિપક્ષી નેતાઓ એ ચીન પર થયેલી કાર્યવાહી મુદ્દે સંતોષ જતાવ્યો હતો અને વડાપ્રધાનને સમર્થન પૂરું પાડ્યું હતું..
આમાં ચર્ચાયેલા મુદ્દા નીચે મુજબ છે:–
# સેનાને સરકારે પૂરી છૂટ આપી છે સેનાએ જે નિર્ણયો લેવા હોય તે લઈ શકે છે.
# ભારતીય સેના સીમાની સુરક્ષા કરવા માટે સક્ષમ અને સજ્જ છે.
# રાષ્ટ્ર હીતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે.
# ભારતની એક ઈંચ જમીન પણ ચીન પાસે ગઈ નથી અને જવા દેશું નહીં.
# ભારત કોઈના પણ દબાણ હેઠળ કોઇ સમજૂતી નહીં કરે.
# ચીને ભારતની એક પણ પોસ્ટ ઉડાવી નથી કે ત્યાં સુધી પહોંચી શક્યું નથી.
# લદાખમાં ચીન દ્વારા કોઈ ઘૂસણખોરી થઇ નથી.
# ચીને કરેલી દગાબાજીથી આખો દેશ રોષે ભરાયો છે.
# ભારતના એક પણ શહીદની કુરબાની વ્યર્થ જશે નહીં.
# સરકાર શહીદ જવાનોના પરિવારને તમામ મદદ કરશે.
# ભારતીય સેના પર ગર્વ છે અને જવાનોને દંડવત પ્રણામ.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com