ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી
20 જુન 2020
એક બાજુ કોરોના, બીજી બાજુ લોકડાઉનને કારણે સામાન્ય લોકોના ધંધા રોજગાર વેરવિખેર થતા આર્થિક તંગી નડી રહી છે. એવા સમયે સતત આજે 14 દિવસે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો થવો ભારતીય જનતા માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ છે.
પેટ્રોલના ભાવમાં આજે 51 પૈસાનો વધારો થયો જ્યારે ડીઝલના ભાવમાં 61 પૈસાનો વધારો નોંધાયો છે. આમ કુલ એક લિટર પેટ્રોલનો ભાવ આજ થી દિલ્હી ખાતે 78.88 રૂપિયા છે. જ્યારે ડીઝલની કિંમત 77.67 ચુકવવી પડશે.
મુંબઈમાં એક લિટર પેટ્રોલનાં 85.70 અને ડીઝલના 76.11 રૂપિયા ચુકવવા પડશે.
આમ આ સપ્તાહના સતત છઠ્ઠા કારોબારી દિવસે તેલની કિંમતો વધી છે. હવે વાત કરીએ કુલ 14 દિવસમાં કેટલા પૈસા વધ્યા? તો પેટ્રોલના ભાવમાં કુલ 7.62 રૂપિયા અને ડીઝલમાં કુલ 8.28 રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com