ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી
19 જુન 2020
આજે ત્રણ મહિનાથી વધુ સમય થવા આવ્યો હોવા છતાં દુનિયામાં કોરોનાનો કહેર ચાલુ જ છે. રોજે રોજ નવા નવા કેસો સામે આવી રહ્યા છે. આખી દુનિયામાં અત્યાર સુધી 85 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે મરનારનો આંક 4.55 લાખને પાર કરી ગયો છે. જ્યારે 44 લાખથી વધુ લોકો કોરોનાને માત આપીને ફરી સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. સૌથી દુઃખદ વાત એ છે કે માત્ર 8 દેશોમાંથી 62 ટકા લોકો કોરોના પીડિત છે. જે સંખ્યામાં ગણીએ તો 51 લાખથી પણ વધુ થઈ જાય છે. આમ માત્ર આઠ દેશોમાં જ 51 લાખથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓના કેસો છે. કોરોનાની સૌથી મોટી અસર અમેરિકા પર પડી છે. એકલા અમેરિકામાં અત્યાર સુધી એક લાખ લોકો કોરોનાથી જીવ ગુમાવી ચૂક્યા છે. ત્યારબાદ બ્રાઝિલ, રશિયા અને ચોથા નંબર પર ભારત આવે છે. આમ ભારતે પણ કોરોનાથી ખૂબ ચેતીને રહેવું જરૂરી બન્યું છે
ભારતમાં એક જ દિવસમાં કોવિડ-19 ના રેકોર્ડ કેસ 12,881 સાથે, ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 3,66,946 પર પહોંચી ગઈ છે.. ઉપરાંત, મૃતકોની સંખ્યા વધીને 12,237 થઈ છે, જેમાં 334 થી વધુના મોત છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, 1 જૂનથી 18 જૂન દરમિયાન, કોરોના વાયરસના ચેપના 1,76,411 કેસોમાં વધારો થયો છે. કોવિડ -19 ના કેસોમાં ટોચના 10 રાજ્યોમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, ગુજરાત અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com