ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
19 જુન 2020
પ્રાઈવેટ હોસ્પિટલોમાં વૉક-ઈન કોરોનાના દર્દીઓને બેડ ન ફાળવવાની બીએમસી કમિશનરે અપીલ કરી છે. આ પહેલા કોરોના પોઝિટિવ પેશન્ટનો રિપોર્ટ દર્દીને કે હોસ્પિટલને ન આપવાની સૂચના પણ મનપા કમિશનર દ્વારા આપવામાં આવી હતી. આની પાછળનું કારણ એ છે કે દર્દીઓ પૈસા ચૂકવીને ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય છે પરંતુ ત્યાં કોઈપણ જાતની કોરોનાની ટ્રીટમેન્ટ કર્યા વિના જ હોસ્પિટલો લાખો રૂપિયાના બિલ આપી રહી છે.
આની સામે ડોક્ટર્સ એસોસિઅશનને પ્રશ્ન કર્યો છે કે "જો કોરોનાના લક્ષણો ધરાવતા શંકાસ્પદ પેશન્ટો કે વરિષ્ટ નાગરિકો ખાનગી હોસ્પિટલોમાં દાખલ થવા આવે અને હોસ્પિટલ દર્દી ને બેડ ન આપે, તે દરમિયાન કંઇ થઇ જાય તો એનું જવાબદાર કોણ રહેશે??
જ્યારે અન્ય એક પત્રમાં બીએમસી ફોર્મ હોમ આઈશોલેશન બાદ પણ કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓને બેડ આપવાની સાથે જ લોકલ સરકારી વોર્ડ વોર રૂમને જાણ કરવાની તાકીદ કરી હતી.
વાસ્તવમાં કોરોનાના લક્ષણો પૂરતા ન હોવા છતાં ખાનગી હોસ્પિટલો દ્વારા લાખો રૂપિયાના બીલ આપ્યા હોવાની સેંકડો ફરિયાદ બાદ મનપા કમિશનરે આ પત્ર જારી કર્યો છે. જેથી દર્દીઓને ખોટા રિપોર્ટ અને ખોટી ટ્રીટમેન્ટથી બચાવી શકાય….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com