ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 જુન 2020
મુંબઈ મહાનગરપાલિકાએ યુદ્ધને ધોરણે બે મોટી ઓક્સિજન ની ટાંકીઓ ઊભી કરી છે. જેમાં કુલ બે લાખ 8 હજાર લિટર ઓક્સિજનનો સંગ્રહ કરવામાં આવ્યો છે. કોરોના સેન્ટર અને હોસ્પિટલો મળીને કુલ 20 જગ્યાએ આ ઓક્સિજનનો પુરવઠો સપ્લાય કરવામાં આવશે. રાજ્યમાં અને મુંબઈમાં જેમ જેમ કોરોનાના કેસો વધી રહ્યા છે તેમ-તેમ ખાસ બેડ ની સંખ્યા વધારવામાં આવી રહી છે. આથી સ્વાભાવિક છે કે તે માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પણ જોઇશે.
હાલ મહાનગરપાલિકાએ બે મોટી ટાંકીઓ ઉભી કરી, ઓક્સિજનનો સંગ્રહ કર્યો છે. આ સાથે જ અન્ય મશીનરી પર પણ એટલું જ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કોરોના માટે ખાસ બનાવવામાં આવેલા હોસ્પિટલો અને સેન્ટરોમાં પુરતી સુવિધાઓ વધારવી, વીજપુરવઠો પૂરો પાડવો, બેડ, બેડની સાથે પૂરક વસ્તુઓનો બંદોબસ્ત કરવામાં મહાનગરપાલિકા વ્યસ્ત છે.
જે બે મોટી ટાંકીઓમાં ઓક્સિજનનો સંગ્રહ કરવામાં આવ્યો છે તેમાંથી એક ટાંકીમાં 13000 કિલોલિટર અને બીજી માં 6,000 કિલોલિટર ઓક્સિજન ભરવામાં આવશે. જ્યારે અન્ય છ જગ્યાએ 1-1 હજાર લિટર ક્ષમતાની ટાંકી સ્થાપવામાં આવશે.
વિવિધ વિભાગોએ પુરવઠો ઉપલબ્ધ થાય તે માટેના તમામ વહીવટી પગલા લેવા એકબીજા સાથે સંકલન કર્યું છે. આ પ્રયત્નો હવે સફળ થઈ રહ્યા છે અને ઓક્સિજનનો વાસ્તવિક પુરવઠો ફરી શરૂ કરવામાં આવી રહ્યો છે……
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com