ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
18 જુન 2020
દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન અને આમ આદમી પાર્ટી (આપ) ના ધારાસભ્ય આતિશીનું બુધવારે કોવીડ -19 માટે ટેસ્ટ કરવામાં આવી હતી. પક્ષના સૂત્રોએ જણાવ્યું કે આપ નાં અન્ય સભ્યોનું પરીક્ષણ પણ કરવામાં આવી રહયું છે.
બુધવારે સત્યેન્દ્ર જૈન ની બીજીવાર કોરોના ટેસ્ટ કરવામાં અઆવી હતી જેનું પરિણામ પોઝીટીવ આવ્યું છે. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું દિલ્હીના આરોગ્ય પ્રધાનની હાલત "સ્થિર" હતી, પરંતુ તેમને તાવ હોવાથી ઓક્સિજનનો સપોર્ટ આપવામાં આવ્યો હતો.
જ્યારે દિલ્હીના કાલકાજી મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરનાર આતિશી પોતાના ઘરના એકાંતમાં જતા રહયાં છે. મંગળવારે તેની કોરોના ટેસ્ટ કરવામાં આવી હતી અને બુધવારે તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આતિશીના શરીરમાં ઓક્સિજનના સ્તરને મોનિટર કરવા માટે ફળો, વિટામિન સી અને ઓક્સિમીટરથી તે સંપૂર્ણપણે સજ્જ છે, એમ તેમણે ટ્વિટ કરી જણાવ્યું હતું,
મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી કહ્યું કે “આશિષિએ કોરોના સામેની લડતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હું આશા રાખું છું કે તે વહેલી તકે તંદુરસ્ત થઈ ફરી લોકોની સેવામાં જોડાઈ જશે".…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com