ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
17 જુન 2020
લદાખમાં 15 મી જુને આખી રાત ભારત અને ચીનની સેના વચ્ચે હિંસક ઝપાઝપીમાં 20 જવાનો શહીદ થઈ ગયા હતા.. આ સમાચાર મળતા આખા દેશમાં રોષ ભભૂકી ઊઠયો છે, ત્યારે હથિયાર વિઈના ચીની સેના સાથે વાર્તાલાપ કરવા ગયેલા કર્નલ સંતોષ બાબુના પિતાને પોતાના એકના એક દીકરાની શહીદી બાદ ગર્વથી મસ્તક ઊંચું રાખી રહ્યા છે. કર્નલ ના પિતાનું કહેવું છે કે "દેશ માટે જાણ આપવી સન્માનની વાત છે. હું સેનામાં જવા માંગતો હતો ન જઈ શક્યો. માટે મારા એકના એક દીકરાને સેનામાં ભરતી કરાવ્યો હતો અને સેનાની અનિશ્ચિતતાઓ વિશે મને ખબર હતી".
કર્નલએ પોતાની 15 વર્ષની સેવામાં કુપવાડામાં પણ આતંકીઓનો અનેકવાર સામનો કરી ચૂક્યા છે અને 15 વર્ષમાં પોતાની જાબાઝી માટે ચાર વાર પ્રમોશન મેળવી સેનામા કર્નલ પદ સુધી પહોંચ્યા હતા. તેમના પરિવારમાં હાલ માતા-પિતા, પત્ની ઉપરાંત આઠ વર્ષની દીકરી અને ત્રણ વર્ષનો દીકરો છે. આજે શહીદ કર્નલ સંતોષ બાબુનો પાર્થિવદેહને તેમના વતન લઈ જવાશે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com