ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
17 જુન 2020
ચીને આપણા જવાનોને મારી નાખ્યા છતાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂપ કેમ છે? તેઓ સામે આવીને આ બાબતે કેમ કંઈ બોલતા નથી? જનતાના મનમાં ચીન લદાખ સીમા વિવાદ ને લઇ હજારો સવાલો છે જેનો જવાબ નરેન્દ્ર મોદી કેમ આપતા નથી? તેવા સવાલો કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને નરેન્દ્ર મોદીને પૂછ્યા છે.
નોંધનીય છે કે એપ્રિલ મહિનાથી લદાખ નજીક ચીનની સેના લાઇન ઓફ કન્ટ્રોલ થી ભારત તરફ આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તે મુદ્દે રાહુલ ગાંધીએ પૂછ્યું કે ચીને આપણી કેટલી જમીન પર કબજો કરી લીધો છે અને કેવી રીતે કર્યું છે?? એની જાણ નાગરિકોને કરવામાં આવે. વધુમાં રાહુલે પૂછ્યું કે 'ચીને આપણા 20 જવાનોને મારી નાખવાની હિંમત કેવી રીતે કરી? ભારતના જવાબદાર પદ પર બેસેલા લોકો કેમ ચૂપચાપ બેઠા છે? દેશ જાણવા માંગે છે કે લદ્દાખ સીમાના પર ખરેખર શું ચાલી રહ્યું છે?
આમ એક જ ટ્વીટમાં રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વિવિધ સવાલોની ઝડી વરસાવી દીધી હતી….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com