ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 જુન 2020
મહારાષ્ટ્ર સરકારે સોમવારે શાળાઓ ફરીથી ખોલવા અને ઓનલાઇન શિક્ષણના નિયમન માટે સ્ટાડેર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (એસ.ઓ.પી.) ને મંજૂરી આપી છે, જે પ્રસ્તાવ અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા 12 જૂને રજુ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડ સાથેની બેઠકમાં એસ.ઓ.પી.ને મંજૂરી આપી હતી. સોમવારે સવારે. એસ.ઓ.પી.એસ. મુજબ, રાજ્યભરના વિદ્યાર્થીઓ માટે નવું શૈક્ષણિક વર્ષ 12 જૂનથી શરૂ ગણાશે. શાળાઓ પ્રથમ કેટલાક મહિના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનું શરૂ કરશે. શાળાઓ દરેક ધોરણ માટે ઓનલાઇન વર્ગો લેવા માટે સમય નક્કી કરશે. હમણાં પૂરતું, વર્ગ 3-5 ના વિદ્યાર્થીઓને ફક્ત દિવસના એક કલાક સુધી બેસવાનું કહેવામાં આવે છે, વર્ગ 6-8 ને દિવસના 2 કલાક સુધી હાજર રહેવાનું કહેવામાં આવે છે અને 9-10 વર્ગને મહત્તમ 3 કલાક સુધી બેસાડી શકાશે. જ્યારે kG થી પ્રાથમિકથી ધોરણ 2 ના વિદ્યાર્થીઓ માટે કોઈ ઓનલાઈન શિક્ષણ નહીં આપવામાં આવે. આ નાના બાળકોને રેડિયો, ટીવી વગેરે પર સૂચનો આપી શકાય છે, પરંતુ કોઈ ઓનલાઇન વર્ગો ભરવાના નથી. તેમજ શાળાઓએ, વિદ્યાર્થીઓના બે વર્ગ વચ્ચે પૂરતો વિરામ આપવાની ખાતરી પણ આપવી પડશે.
આ ઉપરાંત, ઓછામાં ઓછા એક મહિનાથી જે વિસ્તારમાં એક પણ કોવિડ19 કેસ નથી નોંધાયો તેવા વિસ્તારોમાં જુલાઈ થી શાળાઓ ફરીથી શરૂ કરવાની યોજના શિક્ષણ વિભાગની છે. શાળાઓ 1 જુલાઇથી 9,10 અને 12 ના વર્ગો શરૂ કરી શકે છે ત્યારબાદ ઓગસ્ટથી 6-8 અને સપ્ટેમ્બરથી 1-5 ના વર્ગ. જોકે આવા વિસ્તારોમાં પણ શાળાઓ શરૂ કરવાનો અંતિમ નિર્ણય એસઓપીએસ મુજબ સ્થાનિક વિસ્તારો મુજબ રહેશે. જ્યાં સુધી શાળાઓને ફરીથી ખોલવાનું કહેવામાં ન આવે ત્યાં સુધી, તેઓએ ફક્ત ઓનલાઇન શિક્ષણ જ આપવું પડશે એવું મહારાષ્ટ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે…..