ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
12 જુન 2020
ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતા માધવી રાજે કોરોના વાઈરસાના કારણે હોસ્પિટલમાં દાખલ હતાં જ્યાં જ્યોતિરાદિત્ય અને તેમની માતાનો બીજો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.
હવે જ્યોતિરાદિત્ય સિંધિયા ને જલ્દી જ આગામી બે ત્રણ દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવાશે. એવું જાણવા મળ્યું છે.
જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતાને કોરોના સંક્રમણને કારણે દિલ્હીના મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાય દિવસો પહેલા કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા. તેમને તાવ અને ગળામાં ખારાશ થતી હતી.
જેના કારણે જ્યોતિરાદિત્ય સિંધિયા, તેમની માતા માધવી રાજે, પત્ની પ્રિયદર્શિની રાજે, પુત્ર મહાઆર્યમન અને પુત્રી અનન્યા રાજેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જ્યોતિરાદિત્ય અને તેમની માતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે પરિવારના બાકી સભ્યોનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.
સંપર્કમાં આવેલા લોકો તેમજ તેમના અંગત સ્ટાફને પણ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. જ્યોતિરાદિત્ય સિંધિંયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હડકંપ મચી ગયો હતો, જે બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાના સંપર્કમાં આવનારા લોકોને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યાં હતાં…