ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
9 જુન 2020
લોકડાઉનને કારણે અંદાજે 80 દિવસથી બંધ રહેલા તિરુપતિ બાલાજીના મંદિરને ભક્તો માટે ખોલવા અગાઉ, કર્મચારીઓ અને અન્ય સ્થાનિક લોકો સાથે સુરક્ષાના સખત નિયમોના પાલન માટે, મંદિરમાં ત્રણ દિવસનું રીહર્સલ કરવામાં આવ્યું છે. કોરોના ને લઇ અપાયેલી સરકારી ગાઈડલાઈન મુજબ હાંડીમાં દાન નાખતા અગાઉ બધા જ ભક્તો એ પોતાના હાથ સેનિટાઈઝરથી સાફ કરવા પડશે. જ્યારે મંદિરના અંત:ભાગથી સો ફૂટ દૂરથી જ ભગવાનના દર્શન કરવાના રહેશે. બીજી બાજુ ભીડ નિયંત્રણ કરનાર મંદિર ના કર્મચારીઓએ પીપીઈ શૂટમાં ફરજ બજાવતા જોવા મળશે.
આમ તિરુપતિ માં ભક્તોની ભીડને સંભાળવા માટે ના રિહર્સલ બાદ માત્ર છ હજાર શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ આપવાનું નક્કી કરાયું છે. દર્શન માટેની ટિકિટનું વેચાણ સોમવારથી શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ 65 વર્ષથી વધુ ઉંમરના અને દસ વર્ષથી નીચેના બાળકોને મંદિરમાં પ્રવેશ અપાશે નહીં…