ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
9 જુન 2020
કોરોનાવાયરસ આમથી લઈને ખાસ લોકો સુધી ફેલાયો છે ભારતીય જનતા પાર્ટીના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતા માધવી રાજે સિંધિયા નો રિપોર્ટ પોઝિટિવ આવતા દિલ્હીના સાથે માં આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ સિંધિયાને ગળામાં કફ ના દુખાવા અને તાવની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓના કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યા હતાં..હાલમાં બંને લોકોની હાલત સામાન્ય હોવાનું જણાવાયું છે..
હોસ્પિટલે તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યાની પુષ્ટિ કરી છે. ભાજપ તરફથી રાજ્યસભા ચૂંટણી માટે નામાંકન ભર્યા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા ભોપાલથી દિલ્હી આવી ગયા હતા. તે પછી લોકડાઉન દરમિયાન દિલ્હીમાં જ હતા. લોકડાઉનમાં છૂટ મળતા તેઓ ગ્વાલિયર, તેમના ક્ષેત્રમાં સમર્થકોને મળવા જવાનાં હતા. ઉલ્લેખનીય છે કે ભાજપામાં સામેલ થયા પછી જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્વાલિયર ગયાં નથી. પરંતુ આવનારી પેટા ચૂંટણીમાં સમર્થકોને મળવા જવાનાં હતાં…