ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ગાંધીનગર
6 જુન 2020
કોરોના ની દહેશત વચ્ચે રાજ્યસભાની ચૂંટણી આવતાં દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં વાતાવરણમાં ગરમાવો આવી રહ્યો છે. જે રીતે કોંગ્રેસમાં ધારા સભ્યો રાજીનામા આપીને છોડી જઈ રહ્યા છે એ જોતાં ચૂંટણી અગાઉ જ કોંગ્રેસના બે મોટા નેતાઓ વચ્ચે ચડસાચડસી જામી છે. હવે જોવાનું એ છે કે આમાંથી શક્તિસિંહ ગોહિલ કે ભરતસિંહ સોલંકી ફાવે છે.
ગુજરાતમાં રાજ્યસભાની એક જ સીટ કોંગ્રેસના ઉમેદવાર જીતશે એ નક્કી છે. કહેવાય છે કે હાઇકમાન્ડની પહેલી પસંદ શક્તિ ગોહિલ હોવાથી ભરતસિંહ એ હાર ખમવી પડે એમ છે. આથી જ ભરતસિંહ સોલંકીએ પણ પોતાનો દાવ ખેલવા માટે એક રિસોર્ટમાં પોતાના દસ સમર્થકોને બોલાવી શપથ લેવડાવ્યા હતા કે 'તેઓ કોઈ લાલચમાં આવી તેમની સાથે ગદ્દારી નહીં કરે'.
ગુજરાતમાં આ રાજકીય ઉથલપાથલ વચ્ચે શક્તિસિંહ તમામ ધારાસભ્યોના નામ ની યાદી ને મોકલી પોતાને મત આપવાનો મેન્ડેડ અપાવે એવું પણ ચર્ચાઈ રહ્યું છે.
આમ ગુજરાતમાં ચિત્ર સ્પષ્ટ થાય ત્યાં સુધી કોંગ્રેસમાં અંદરોઅંદર વિખવાદ વધતો જશે એ વાત સ્પષ્ટ છે…