ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
3 જુન 2020
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. બુધવારે પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડ અને આતંકવાદી મૌલાના મસૂદ અઝહરના ભત્રીજા સહિત ત્રણ કુખ્યાત આતંકવાદીઓ જવાનોના હાથે માર્યા ગયા છે. ભારતીય સૈનિકોએ તેમની પાસેથી મોટી માત્રામાં હથિયાર કબજે કર્યા છે. આજે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ફૌજી ઉર્ફે ફૌજી બાબા ઉર્ફે ઇસ્માઇલ, મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહરનો ભત્રીજો થતો હતો. ફૌજી ભાઈ આઈઈડી બોમ્બ બનાવવામાં નિષ્ણાત હતો.
યાદ હશે, 14 ફેબ્રુઆરી 2019 ના રોજ પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલામાં આજ ઇસ્માઇલ ભાઈ દ્વારા આઈઈડી બોમ્બ મૂકવામાં આવ્યો હતો. જે હુમલામાં ચાલીસ સૈનિકો માર્યા ગયા હતા. ગયા મહિનામાં ફરી એક વખત પુલવામામાં જ આઈઆઈડી વિસ્ફોટ કરવાનો આતંકવાદીઓનો ઈરાદો હતો. જો કે, ગુપ્તચર એજન્સીઓ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે સૈનિકોએ તેઓનું કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું.
આ વખતે આઈઈડીથી ભરેલી કાર કબજે કરી તેનો નાશ કરાયો હતો. આના પણ ઇસ્માઇલ જ આ હુમલાના પ્લાનિંગ પાછળ હતો. તેને બુધવારે સેના દ્વારા એન્કાઉન્ટર માં ખતમ કરી દેવામાં આવ્યો હતો.
બીજી બાજુ બુધવારે સવારે પુલવામા જિલ્લાના કંગન વિસ્તારમાં સુરક્ષા જવાનો દ્વારા આતંકવાદીઓને પકડવામાં આવ્યા હતા. આ અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જ્યાં આતંકવાદીઓ માર્યા ગયા હતા તે વિસ્તારમાંથી પણ હથિયારોનો મોટો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. આ અગાઉ મંગળવારે પણ યમસાદાનીમાં બે આતંકવાદીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આમ ભારતીય સેનાને ઘાટીમાંથી તમામ આતંકીઓને એક પછી એક, મારવામાં સફળતા મળી રહી છે..