ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
2 જુન 2020
મંગળવારે, દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચએ તાહિર હુસેન અને તેના ભાઈ શાહ આલમ સહિત 15 લોકો વિરુદ્ધ, દિલ્હી તોફાનોના આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે જેમાં દિલ્હીના રમખાણો વખતે તાહિર હુસેનના ઘરેથી પેટ્રોલ બોમ્બ મળી આવ્યા હતા. ઉપરાંત દિલ્હી હિંસા દરમિયાન આઈ બી ઓફિસરની હત્યાનો પણ આરોપ છે. તે વેળા તાહિર હુસેન આમ આદમી પાર્ટીનો કાઉન્સિલર પણ હતો.
આજે ક્રાઈમ બ્રાંચની ટીમ દસ્તાવેજો સાથે કડકડનૂમા કોર્ટમાં પહોંચી હતી. ચાર્જશીટમાં તાહિર હુસેનને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. આ કેસમાં 70 સાક્ષીઓ છે. નોંધપાત્ર વાત એ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા એએપીના કાઉન્સિલર તાહિર હુસેને ઉમર ખાલિદ સાથે રમખાણોની યોજના બનાવી હતી અને રમખાણો કરાવ્યાં હતા. આમ આજે પૂર્વ દિલ્હીમાં ચાંદબાગ રમખાણો ફેલાવવા બદલ તાહિર હુસેન સહિત આ 15 લોકો સામે ક્રાઈમ બ્રાંચ ચાર્જશીટ દાખલ કરશે..