ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
30 મે 2020
પાંચ આંગળીઓ સાથે મળી જાય તો મજબૂત પંજો બની જાય. એવી જ રીતે 5G તકનીક ચીન પાસેથી ન ખરીદી તેને સબક શીખવાડવા વિશ્વના 10 દેશો એકજૂથ થઇ રહ્યા છે. હવેનો જમાનો 5જી નો છે એમાં કોઈ બેમત નથી.
ઇન્ટરનેટ સ્પીડ અને વપરાશ બંને સરળ બનાવવા માટે ક્રાંતિકારી 5G ટેકનોલોજીની ભારત સહિતના દેશોમાં ધીમી શરૂઆત થઇ ચૂકી છે. અત્યારે વિશ્વના મોટાભાગના દેશોમાં 4જી ઇન્ટરનેટ સ્પીડ વપરાય છે જ્યારે 5G માટે વિશ્વની જે અગ્રણી કંપનીઓ છે તેમાં ચીનની બે કંપનીઓ આગેવાન છે. આથી જો ચીન નો બહિષ્કાર કરવામાં આવે તો એની મોનોપોલી અને દાદાગીરી તૂટી શકે એમ છે.
જોકે 5જી મુદ્દે 10 દેશોનું એકજૂથ થવાનું કારણ છે કોરોનાવાયરસ, જે ને કારણે ચીનની બેદરકારી અને વિશ્વને સમયસર બીમારીથી જાણ ન કરવાથી લાખોની સંખ્યામાં નાગરિકો માર્યા ગયા છે. સાથે જ લોકડાઉન ને કારણે ભલભલા દેશની આર્થિક સ્થિતિ ડગમગી ગઈ છે અને આથી જ લોકોનો ચીન પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. પહેલા 5G મુદ્દે ચીનનું ટેકેદાર યુકે જ ચીન વિરોધ દેશોનું સંગઠન રચવાની તૈયારીમાં છે. આ સંગઠન માત્ર 5G ટેક્નોલોજી પૂરતું જ મર્યાદિત રહેશે. હાલ યુ કે એ ભારત સહિત 10 દેશો સામે D10 એલઇન્સ નામના ગ્રુપ નો પ્રસ્તાવ મૂક્યો છે. આ ગ્રુપ ચીન પાસેથી ફાઇવ જી ટેકનોલોજી અને સાધન ન ખરીદવા એવા કરાર કરશે..