ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
28 મે 2020
લોકડાઉનને કારણે અર્થવ્યવસ્થાને સૌથી મોટું નુકસાન થયું છે. આ મંદિમાંથી બેરોજગારોને ઉગારવા માટે અને દેશના અર્થતંત્રની ગાડી પાટા પર લાવવા માટે, ખાસ 20 લાખ કરોડના બજેટની જાહેરાત કરવા માટે સ્વયં વડાપ્રધાન ટીવીના પડદે આવ્યા હતા, પરંતુ આ જાહેરાત બાદ એક લાખની લોન વાળું કોકડું હજી વિવાદમાં જ છે અને લોન ના ફોર્મ લેવા જનાર બેંક ની મુલાકાતે ગયેલા લોકો પણ પાછા ફરી રહ્યા છે. આની જાણ થતાં જ સરકારે હવે એમ.એસ.એમ.ઈ માં નોંધાયા ન હોય એવા ઉદ્યોગ એકમોને પણ ૩૦૦ કરોડની લોન આપવાનું આશ્વાસન આપ્યું છે. અને આમ એમ.એસ.એમ.ઈ માં registered ન હોય એવા એકમોને લાભ આપવાનું નક્કી કરાયું છે. તેમની બાકી લોન ૨૫ કરોડથી ઓછી અને 2018 19માં વાર્ષિક વેચાણ સો કરોડ કરતા ઓછુ હોય એવા લોકો આ યોજનાનો લાભ લઇ શકશે. આ સુધારાથી ટેક્ષટાઇલ, હોલસેલ, વેપારી, હોટલ, બિલ્ડર અને રિટેલરો લઇ શકશે. જોકે હાલ લોકો બેકારી અને આર્થિક મંદી સહી રહ્યા હોવાથી કરોડોની લોન લેતા પહેલા બે વાર વિચાર હશે એવું લાગી રહ્યું છે..