ચાલાક ચીનની સેના LAC પર ગોઠવાઈ, કારગીલ બાદ પહેલી વાર અન્ય સેના ભારતીય સીમમાં પ્રવેશી

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

23 મે 2020

1999 ની કારગિલ ઘુસણખોરી પછી પહેલીવાર, ભારતીય ક્ષેત્ર વિદેશી સૈનિકોના હાથમાં છે. એપ્રિલના ત્રીજા અઠવાડિયાથી શરૂ કરીને, પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના 5000 થી વધુ ચીની સૈનિકોએ લદાખમાં પાંચ પોઇન્ટમાં ઘુસણખોરી કરી છે – ચાર ગાલવાન નદીના કાંઠે અને એક પેંગોંગ તળાવ પાસે. જ્યારે ભારત અને ચીન વચ્ચેની વાસ્તવિક સરહદ – લાઇન ઓફ એક્ટ્યુઅલ કન્ટ્રોલ (એલએસી) વિવાદિત હોય તેવા વિસ્તારોમાં બંને બાજુથી પેટ્રોલિંગ દરમ્યાન ઘૂસણખોરીઓ નિયમિત થાય જ છે, ગેલવાન ખીણમાં ત્રણથી ચાર કિલોમીટરના અંતરે હજારો પીએલએ સૈનિકો મોકલવામાં, ચીને નિયમનો ભંગ કર્યો છે અને ત્યાંનો કબ્જો પરંપરાગત રીતે ભારતનો હોવાનું પણ બીજિંગ સ્વીકારી ચૂક્યું છે.

 આ વખતે સ્થિતિ થોડી ગંભીર છે. આ વખતે પી.એલ.એ. સૈનિકો સંરક્ષણ માટે બંકર તૈયાર કરી રહ્યા છે. સૂત્રો કહેવા મુજબ ભારે વાહનો અને ઘુસણખોરોને ટેકો આપવા માટે આર્ટિલરી પાછળના ભાગમાં ખસેડવામાં આવી છે. ચીનએ પેટ્રોલિંગ પોઇન્ટ 14 અને ગોગરા નામના અન્ય સ્થાન વચ્ચે ગેલવાન નદી પર ચાર પોઇન્ટ પર સો જેટલા તંબુની તાણ્યા છે. એપ્રિલના અંતમાં જ્યારે ચીની  સેનાએ એલએસીથી ગાલવાન વિસ્તારમાં પ્રવેશ કર્યો ત્યારે જ આ વિસ્તારમાંના ભારતીય સૈનિકોને આશ્ચર્ય થયું હતું. 

આથી જ હાલ આ સરહદને લઈ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ ધ્યાન આપી રહયા છે અને ત્યાર બાદ ભારતીય સેના પ્રમુખ નરવણે પોતે જઈને ત્યાંની હાલતનો કયાસ કાઢી આવ્યા છે અને આથી ચીનના પેટમાં તેલ રેડાયું છે..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More