WHO ની ચેતવણી: ભારતે લોકડાઉન ઉઠાવવાની ઉતાવળ કરવા જેવી નથી, પોઝિટિવ કેસોનો આંક પહોંચ્યો સવા લાખે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

23 મે 2020

ભારતમાં જો આ જ ઝડપે કોરોનાના કેસ વધતા જશે તો પાંચ દિવસમાં ફ્રાંસને પણ પાછળ મૂકી દેશે, દુનિયામાં  કોરોનાના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 50 લાખની ઉપર પહોંચી છે અને ભારતમાં આનો આંક પહોંચ્યો છે 1.25 લાખ સુધી. 

એક બાજુ ભારતમાં લોકડાઉનનો ચોથો તબબક્કો પૂરો થવામાં અને જનજીવન થાળે પડવાની શરૂઆત થઈ રહી છે એવા સમયે, ગઈ કાલે એક જ દિવસમાં કોરોનાના 6654 નવા પોઝિટિવ કેસ નોંધાયા અને દેશમાં મૃત્યુ આંક જે ઝડપે વધી રહ્યો છે એ જોતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન – WHO એ ભારતના જે રાજ્યોમાં વધુ ચેપ ફેલાયો છે ત્યાં લોકડાઉનની છૂટ ના આપવાની સલાહ આપી છે. WHO ની સલાહ માનીએ તો રાજ્યોમાં પાંચ ટકાથી વધુ કોરોના સંક્રમિત કેસ હોય ત્યાં સખત પાલન કરાવવાની જરૂરી છે.

 એક અભ્યાસ મુજબ ભારતમાં 34 રાજ્યો અને UT માંથી ખાલી એક 21 ટકામાં જ લોકડાઉન હટાવી શકાય એમ છે. 

જોકે WHO ની રાય મુજબ આખા રાજ્યોને લોકડાઉન કરવાની જરૂર નથી પરંતુ રાજ્યોના કેટલાક જિલ્લાઓને જ તેમજ હોટ સ્પોટ શોધીને એટલા જ વિસ્તારમાં લોકડાઉનનું પાલન કરાવવાની જરૂર છે. નોંધનીય છે કે ભારતમાં સૌથી વધુ પોઝિટિવ કેસો ધરાવતા રાજ્યો માં મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, તેલંગાણા, ચંદીગઢ, તામિલનાડુ અને બિહાર નો સમાવેશ થાય છે..

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!