ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
21 મે 2020
અમ્ફાન વાવાઝોડું પશ્ચિમ બંગાળના સમુદ્ર કિનારે ત્રાટક્યું હતું. કહેવાય છે કે 21 વર્ષ પછી આવું સૌથી ઝડપી તોફાન આવ્યું છે. આ પહેલા 1999 માં ઓરિસ્સાના સમુદ્ર કિનારે વાવાઝોડું અથડાયું હતું. કાલથી પશ્ચિમ બંગાળ અને ઓડિસાના ઘણા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે અને પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. 100 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુની ઝડપથી ફૂંકાઇ રહેલા પવનોના કારણે મોટુ નુકસાન થયું છે. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. તો ગરીબોના કાચા મકાનો અને ઝૂંપડાઓ પણ આ પવનમાં ધરાશાયી થઇ ગયા છે. આમ જેની દહેશત હતી એ તોફાન વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં તબાહી મચાવી ને ગયું છે બંને રાજયોમાં મળીને 12 થી વધુ લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ચક્રવાતના પવનનું જોર એટલું બધું હતું કે ઓરિસ્સા અને બંગાળના લોકો ને થોડો સમય કયામત નો અનુભવ થયો હતો. જ્યારે તોફાન શમ્યુ તો કલકત્તાના રસ્તાઓ પર બધું વેરવિખેર પડ્યું હતું શહેરમાં ચારેબાજુ પાણી ફરી વળ્યા હતા અને વાહનો હોડીની જેમ તરી રહ્યા હતા. આ ચક્રવાત નું તોફાન શમ્યા બાદ એન.ડી.આર.એફ અને રાહત દરે ટીમો તરત જ કામે લાગી ગઈ હતી તૂટેલા ઝાડ અને હોર્ડિંગ્સ રસ્તાઓ પરથી હટાવી દીધા હતા જોકે વીજળીના થાંભલાની ઉભા કરી ફરી પાવર કાર્યરત કરતા થોડો સમય જરૂર લાગ્યો હતો..