પુર્વ પીએમ મનમોહન સિંહની હોસ્પિટલમાંથી છુટ્ટી, તબિયત માં સુધારો થતા ડોક્ટઓએ રજા આપી

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

12 મે 2020

87 વર્ષીય ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમનું મેડિકલ ચેકઅપ કરાયા બાદ ડોક્ટરોએ કહ્યું હતું કે 'તેઓ સ્વસ્થ છે અને ઘરે જઈ શકે એમ છે'. નોંધનીય છે કે બે દિવસ અગાઉ મનમોહન સિંહને કોઈ નવી દવાનું રિએકશન આવતાં તેમ જ તાવ પણ આવતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતાં. અહીં તેમનો કોરોના વાયરસ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ 2009માં તેઓ વડાપ્રધાન હતા તે વેળા અહીં જ તેમની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More