News Continuous Bureau | Mumbai
Agriculture News :
- ખેડુતોએ તા.૦૫મી એપ્રિલ સુધીમાં ઓનલાઇન નોંધણી કરવા અનુરોધઃ
ખેડૂતોને પોતાની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવા ભારત સરકાર દ્વારા લધુતમ ટેકાનો ભાવ લઘુતમ ટેકાના ભાવ રૂા.૨૪૨૫ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. રાજય સરકાર દ્વારા ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી. દ્વારા ખેડુતો પાસેથી ટેકાના ભાવે સીધી ખરીદી કરવામાં આવી રહી છે.
લધુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડુતોએ તા.૫મી એપ્રિલ સુધીમાં ઓનલાઈન નોંધણી વી.સી.એલ. મારફતે કરવાની રહેશે. ખેડૂત ખાતેદારોની બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે. ગ્રામ્ય કક્ષાએથી ઓનલાઈન નોંધણી માટે ખેડૂત મિત્રોએ આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો, ૭/૧૨, ૮/અ તેમજ પાક વાવણી અંગેની એન્ટ્રી “૭/૧૨ કે ૮/અ”માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની બેંક પાસબૂકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.
આ સમાચાર પણ વાંચો : Drug-free India : સુરતમાં નશામુકત ભારત અભિયાન અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાનુની માર્ગદર્શન શિબિર યોજાઈઃ
ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર – ૮૫૧૧૧ ૭૧૭૧૮ તથા ૮૫૧૧૧ ૭૧૭૧૯ ઉપર ખેડૂતોએ સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા મેનેજર અને જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવાયું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.