News Continuous Bureau | Mumbai
Agriculture News : વર્તમાન વર્ષ ૨૦૨૫-૨૬ માટે સુરત જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે બાગાયત ખાતા દ્વારા “બાગાયત ખાતાની નર્સરી અને સેન્ટર ઓફ એક્સેલેન્સ ખાતે ઉત્પાદિત પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં એટસોર્સ સહાય આપવાનો કાર્યક્રમ” શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ખેડૂતોએ બાગાયત ખાતાની નર્સરી કે સેન્ટર ઓફ એક્સેલેન્સ ખાતેના કલમ, રોપા, ધરૂ કે અન્ય પ્લાન્ટીંગ મટીરીયલ્સ ખરીદવાના રહેશે. ખેડૂતોએ જે ખરીદી કરવી હોય તે નક્કી કરાયેલ દર મુજબ થશે અને તેમાં કુલ ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ.૫૦૦૦ સુધીની સહાય સામાન્ય જાતિના ખેડૂતોને મળશે. જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના ૭૫ % અથવા મહત્તમ રૂ.૭૫૦૦ સુધીની સહાય મળશે. આ સહાય વર્ષમાં માત્ર એક જ વખત મળી શકશે.
આ સમાચાર પણ વાંચો : Gold Price Today: સોનાની ચમક પડી ફીકી, સસ્તું થયું સોનું! આટલા ટકા ઘટી ગયો સોનાનો ભાવ, જાણો લેટેસ્ટ કિંમત
લાભ લેવા ઇચ્છુક ખેડૂતોએ બાગાયત ખાતાની નર્સરી કે સેન્ટર ઓફ એક્સેલેન્સથી ફોર્મ મેળવીને સાથે ૭/૧૨ અને ૮-અનાં નકલ, આધાર કાર્ડ અથવા રાશનકાર્ડ, ફોટોગ્રાફવાળું ઓળખપત્ર, SC/STનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો) તથા દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો) જેવા જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે.
વધુ માહિતી માટે ખેડૂતોએ નાયબ બાગાયત નિયામક કચેરી, લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઈન્સ, સુરત ખાતે સંપર્ક કરવો અથવા ફોન નંબર ૦૨૬૧-૨૬૫૫૯૪૮ પર સંપર્ક સાધવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.