ikhedut Portal :
બાગાયતી ખેતી કરતા સામાન્ય, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતો ઓનલાઈન અરજી કરી વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ લઈ શકે તે નવીન આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ તા.૦૯/૦૬/૨૦૨૫ સુધી ખુલ્લું રહેશે. જેમાં નાની નર્સરી, ટીસ્યુકલ્ચર લેબ, કલમોના પ્લાન્ટીંગ મટીરીયલ, પોલીહાઉસ/હાઇબ્રીડ/રીટ્રેક્ટેબલ માળખાની સહાય, નેટહાઉસ, પેક હાઉસ, મોબાઇલ પ્રીકૂલીંગ યુનિટ, કોલ્ડ રૂમ, કોલ્ડ સ્ટોરેજ, પ્રોસેસીંગ યુનિટ, રાઇપનીંગ ચેમ્બર, રેફ્રિજરેટેડ ટ્રાનસ્પોર્ટ વેહીકલ, ડુંગળી/લસણના સંગ્રહ સ્ટ્રક્ચર, સોલાર ક્રોપ ડાયર જેવા વિવિધ ૨૦ જેટલા ઘટકો માટે http://www.ikhedut.gujarat.gov.in/ પર અરજી કરી શકાશે.
આ સમાચાર પણ વાંચો : iKhedut Portal : અમદાવાદમાં બાગાયતી ખેતીનો અવિરત વિકાસ, આઈ-ખેડૂત પોર્ટલ થકી બાગાયતદાર ખેડૂતો મેળવે છે ઘેર બેઠા સરકારી યોજનાઓના લાભો
અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લેવી. જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવા. વધુ માહિતી માટે બાગાયત કચેરીના ફોન નં. ૦૨૬૧ ૨૬૫૫૯૪૮ ઉપર સંપર્ક સાધવો તેમજ આઈ-ખેડૂત પોર્ટલની મુલાકાત લેવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.