News Continuous Bureau | Mumbai
Morbi Pomegranate Production: ઔદ્યોગિક વિકાસમાં હરણફાળ ભરતો મોરબી જિલ્લો હવે દાડમના ઉત્પાદનમાં પણ આગેકૂચ કરી રહ્યો છે. જિલ્લામાં દાડમનું વાર્ષિક ટર્નઓવર રૂ. 100 કરોડને આંબી ચૂક્યું છે. મોરબીના હળવદ તાલુકામાં હાલ પાંચ ખાનગી ફ્રુટ માર્કેટ યાર્ડ કાર્યરત છે, જ્યાં વરસે દહાડે અંદાજે 5 હજાર ટન દાડમની આવક થાય છે.
દાડમના વાવેતરને પ્રોત્સાહન માટે સરકાર સહાય પણ કરે છે. આ પાકમાં રોપાના વાવેતર માટે ખર્ચના ૪૦% અને મીની ટ્રેક્ટર માટે રૂ. ૫૦ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત દવા છંટકાવ માટેના સ્પ્રેયર પંપ અને ડ્રીપ ઇરીગેશન માટે પણ સરકારનો આર્થિક ટેકો મળી રહે છે. મોરબીમાં ગયા વર્ષે ફળપાકના વાવેતર માટે ખેડૂતોને રૂ.૧૪૫ લાખ તથા અન્ય મુખ્ય ઘટકોમાં રૂ.૧૨૫ લાખની સરકારી સહાય ચૂકવવામાં આવી.
આ સમાચાર પણ વાંચો : Nehru Yuva Kendra: સુરત ખાતે નહેરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા કાશ્મીરી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનો શુભારંભ
Morbi Pomegranate Production: મોરબીના હળવદ પંથકના દાડમની ભારત ઉપરાંત દુબઈ, મલેશિયા, બાંગ્લાદેશ, નેપાળ સહિતના દેશોમાં માંગ છે, તેથી આ પાકના વાવેતર માટે ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળે છે.
ગુજરાત સરકાર રાજ્યમાં બાગાયતી પાકોનું વાવેતર વધારવા માટે વિવિધ પાકોમાં સહાય આપે છે. ત્યારે મોરબી જિલ્લાએ રાજ્ય સરકારના સહયોગથી દાડમની ખેતીમાં સિમાચિહ્નરુપ કામ કર્યું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.