News Continuous Bureau | Mumbai
Natural Farming :
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે ૩૧૬ કરોડની જોગવાઈ કરી છે તેમજ નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ માટે ૯૦ કરોડની જોગવાઈ કરવામાં આવી
ભારત જેવાં કૃષિપ્રધાન દેશમાં રાસાયણિક પદ્ધતિની ખેતીના કારણે જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઘટયું છે અને રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતાં તેમાંથી ઉત્પન્ન થતાં અન્ન, ફળ અને શાકભાજી ઝેરયુક્ત બન્યાં છે અને તે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. જેનાં પરિણામે કેન્સર, હ્રદયરોગ અને ડાયાબિટીસ જેવી બિમારીઓ થઈ શકે છે. આ બધાંમાંથી બચવાનો એક માત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે.
દેશનાં નાગરિકોને રસાયણમુક્ત શુદ્ધ અનાજ અને શાકભાજી આપવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં શૂન્ય ખર્ચમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે યોજનાઓ શરૂ કરી છે. સરકાર આ દિશામાં ઝડપથી કામ કરી રહી છે. તેમનું માનવું છે કે દેશનાં ૮૦ ટકા નાનાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી સૌથી વધુ ફાયદો થશે. નાનાં ખેડૂતો જેની પાસે બે હેક્ટરથી ઓછી જમીન છે. આમાંના મોટાભાગનાં ખેડૂતો રાસાયણિક ખાતરો પર ઘણો ખર્ચ કરે છે. જો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે છે, તો તેમની સ્થિતિ વધુ સારી રહેશે.
આ સમાચાર પણ વાંચો : Natural Farming: સુરતના પ્રગતિશીલ મહિલા ખેડૂત કૈલાશબેન, પ્રાકૃતિક ખેતી કરી નજીવા ખર્ચે મેળવી રહ્યા છે મહિને રૂ.૮ હજારની આવક
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે ૩૧૬ કરોડની જોગવાઈ કરી છે સાથે સાથે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ માટે ૯૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ગૌ આધારિત બાયો ઈનપુટ યોજના હેઠળ ૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ જેવી કે, દુધાળા પશુઓના ફાર્મની સ્થાપના , બકરા એકમની સ્થાપના , મરઘાપાલન , પશુઓ માટે કેટલ શેડ અને ખાણદાણ માટેની સહાયનો મહત્તમ લાભ પશુપાલકો મેળવે છે. મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત કુલ ૪૭૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યની ૨૦૮૯ સરકારી પશુ હોસ્પિટલ ખાતે નિશુલ્ક સારવાર માટે ૪૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, સાથે સાથે નવાં ૨૫૦ સ્થાયી અને ૧૫૦ ફરતાં પશુ દવાખાના શરૂ કરવા માટે ૩૪ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.