PM Kisan Samman Nidhi Scheme : ભારત સરકારે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો મેળવવા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી) ફરજિયાત કરી

PM Kisan Samman Nidhi Scheme : બાકી રહેલા ખેડૂતોએ યોજનાનો લાભ મેળવવા સત્વરે ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવવા ખેતી નિયામક કચેરીનો અનુરોધ

by kalpana Verat
Farmer Registry Under the central government's AgriSTEC-Farmer Registry project, it is mandatory for farmers to register as farmers.

News Continuous Bureau | Mumbai 

PM Kisan Samman Nidhi Scheme : 

  • ટૂંક જ સમયમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો ૨૦મો હપ્તો રિલીઝ થશે

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના આગામી એટલે કે, ૨૦માં હપ્તાનો લાભ મેળવવા માટે ભારત સરકાર દ્વારા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી)ની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. ૨૦મો હપ્તો રિલીઝ થાય ત્યારે નોંધણી કરાવવાની બાકી હશે, તેવા ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભથી વંચિત રહેશે.

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો આગામી ૨૦મો હપ્તો ટૂંક સમયમાં રીલીઝ થનાર હોઈ સત્વરે નોંધણી કરાવવી આવશ્યક છે. એટલા માટે જ, બાકી રહી ગયેલા ખેડૂતો સત્વરે ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગ્રામ્ય કક્ષાએ ઝુંબેશ સ્વરુપે નોંધણી કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Farmer Registry: કેન્દ્ર સરકારના એગ્રીસ્ટેક-ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવવી ફરજિયાત

રાજ્યના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોએ સત્વરે ખેડૂત આઇડીની નોંધણી કરાવવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ખેડૂત લાભાર્થીઓએ સત્વરે નોંધણી કરાવવા માટે ગામના તલાટી કમ મંત્રીશ્રી અથવા ગ્રામસેવકશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.

આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરી શકે છે. એટલું જ નહીં, કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂત નોંધણી કરાવી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More