News Continuous Bureau | Mumbai
Raw Jute: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)એ માર્કેટિંગ સીઝન 2025-26 માટે કાચા શણનાં લઘુત્તમ ટેકાનાં ભાવ (MSP)ને મંજૂરી આપી છે. કાચા શણ (TD-3 ગ્રેડ)ની MSP 2025-26 સીઝન માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. 5,650/- નક્કી કરવામાં આવી છે. આનાથી અખિલ ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચ કરતાં 66.8 ટકા વળતર મળશે. માર્કેટિંગ સીઝન 2025-26 માટે કાચા શણનો મંજૂર MSP 2018-19નાં બજેટમાં સરકારે જાહેર કરેલા અખિલ ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા 1.5 ગણા MSP નક્કી કરવાનાં સિદ્ધાંત સાથે સુસંગત છે.
2025-26નાં માર્કેટિંગ સીઝન માટે કાચા શણનો MSP અગાઉનાં માર્કેટિંગ સીઝન 2024-25 કરતા રૂ. 315/-નો વધારો થયો છે. ભારત સરકારે કાચા શણનો MSP 2014-15માં રૂ. 2400/- પ્રતિ ક્વિન્ટલથી વધારીને રૂ. 5650/- પ્રતિ ક્વિન્ટલ કર્યો છે. જે રૂ. 3250/- પ્રતિ ક્વિન્ટલ (2.35 ગણો)નો વધારો દર્શાવે છે.
આ સમાચાર પણ વાંચો : Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે મુંબઈની મુલાકાતે, NUCFDC કોર્પોરેટ ઓફિસનું કરશે ઉદ્ઘાટન
Raw Jute: 2014-15થી 2024-25નાં સમયગાળા દરમિયાન શણ ઉગાડતા ખેડૂતોને ચૂકવવામાં આવેલ MSP રકમ રૂ. 1300 કરોડ હતી. જ્યારે 2004-05થી 2013-14નાં સમયગાળા દરમિયાન ચૂકવવામાં આવેલ રકમ રૂ. 441 કરોડ હતી. 40 લાખ ખેડૂત પરિવારોની આજીવિકા સીધી કે આડકતરી રીતે શણ ઉદ્યોગ પર નિર્ભર છે. શણ મિલોમાં લગભગ 4 લાખ કામદારોને સીધી રોજગારી મળે છે અને શણનો વેપાર થાય છે. ગયા વર્ષે 1 લાખ 70 હજાર ખેડૂતો પાસેથી શણ ખરીદવામાં આવ્યું હતું. શણનાં 82% ખેડૂતો પશ્ચિમ બંગાળનાં છે. જ્યારે બાકીનાં આસામ અને બિહારનો શણનાં ઉત્પાદનમાં 9% હિસ્સો છે.
શણ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (JCI) ભાવ સહાય કામગીરી હાથ ધરવા માટે કેન્દ્ર સરકારની નોડલ એજન્સી તરીકે ચાલુ રહેશે અને આવી કામગીરીમાં થયેલા નુકસાન, જો કોઈ હોય, તો કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ ભરપાઈ કરવામાં આવશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.