News Continuous Bureau | Mumbai
Unseasonal Rain: હવામાન વિભાગે કરેલી આગાહીને અનુલક્ષીને આગામી તા. ૨ થી ૪ ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લામાં છૂટા-છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયમાં રાજ્યના ખેડૂતોનો પાક સુરક્ષિત રહે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. વાદળ છાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લેતા ખેડૂતો દ્વારા પાક રક્ષણ માટે તકેદારીના પગલા લેવામાં આવે તેવો ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો: Delhi Election 2025: દિલ્હીમાં ચૂંટણી પહેલા શરૂ થયો AAPમાં રાજીનામાનો દોર; એક પછી એક પાંચ નેતાઓએ પાર્ટીને કહ્યું અલવિદા, લગાવ્યા ગંભીર આરોપો…
Unseasonal Rain: ખેતી નિયામકની કચેરી દ્વારા સૂચવવામાં આવેલા અગમચેતીના પગલા નીચે મુજબ છે
- કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક ધોરણે સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવો.
- પાકને ઢાંકીને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.
- જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો.
- ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો.
- APMCમાં પણ વેપારી અને ખેડૂતોએ આ બાબતની કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા
- APMCમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા અને આ સમયગાળા પૂરતી વેચાણ અર્થે પેદાશો APMCમાં લાવવાની ટાળવી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.