News Continuous Bureau | Mumbai
Paternoster lift : આજકાલ હાઈરાઈઝ ઇમારતોમાં એલિવેટર્સ ( Elevators ) હોવું સામાન્ય છે. આજથી નહીં પરંતુ વર્ષો પહેલાથી લોકો બિલ્ડીંગ ( Building ) માં સરળતાથી ઉપરનીચે આવી જઈ શકે અને વધારે સીડી ( steps ) ઓ ન ચડવી પડે તે માટે લિફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. જે બટનો દ્વારા સંચાલિત થાય છે અને તેને દબાવવાથી જ ઉપર અને નીચે કરવામાં આવે છે. પરંતુ ચેક રિપબ્લિકમાં, દેશની રાજધાનીની સરકારી ઓફિસોમાં એવી લિફ્ટ્સ લગાવવામાં આવી છે જે ક્યારેય બંધ જ થતી નથી અને તેમાં ચઢવા-ઉતરવા માટે લોકોએ બસના તેવા મુસાફરોની જેમ બનવું પડે છે. જેમને ચાલુ બસમાં ચડવા ઉતરવાની આદત છે..
જુઓ વિડીયો
Paternoster Elevator, or continuous elevator, does not have doors and never stops. pic.twitter.com/vMDlHazyTj
— Historic Vids (@historyinmemes) March 3, 2024
આ લિફ્ટ્સને પેટર્નોસ્ટર લિફ્ટ્સ કહેવામાં આવે છે
હાલ સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં સતત ચાલતી લિફ્ટ જોવા મળી રહી છે. આ લિફ્ટ ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગમાં જોઈ શકાય છે. પ્રાગ મોર્નિંગ વેબસાઈટના અહેવાલ મુજબ અહીંની પ્રાચીન સરકારી ઓફિસોમાં હજુ પણ આવી લિફ્ટ લગાવવામાં આવી છે. આ લિફ્ટ્સને પેટર્નોસ્ટર લિફ્ટ્સ કહેવામાં આવે છે. ઘણી વખત લોકો આ લિફ્ટ્સને ડેથ ઓફ એલિવેટર્સ પણ કહે છે.
આ સમાચાર પણ વાંચો : ગ્રેટર નોઈડાના બની મોલમાં મોટી દુર્ઘટના, છત પરથી તૂટી પડી ગ્રીલ, આટલા લોકોના થયા મોત.. જુઓ વિડીયો..
આ લિફ્ટ ક્યારેય અટકતી નથી
હવે પ્રશ્ન એ થાય છે કે આ અન્ય લિફ્ટ્સથી કેવી રીતે અલગ છે અને તેની વિશેષતા શું છે? આ લિફ્ટમાં અન્ય લિફ્ટની જેમ કોઈ દરવાજો નથી, જે સ્લાઈડ થઈને આપોઆપ ખુલે છે અને બંધ પણ થઈ જાય છે અને લિફ્ટ ક્યારેય બંધ થતી નથી. તેથી, તેમાંથી ચડતા અને ઉતરતા લોકો માટે જોખમ વધી જાય છે કારણ કે તેઓએ યોગ્ય સમય અનુસાર ચઢવું અથવા ઉતરવું પડે છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે લોકો લિફ્ટમાં કેવી રીતે ચઢી રહ્યા છે. ઘણા લોકો એવું પણ વિચારે છે કે જો કોઈ વ્યક્તિ સમયસર આ લિફ્ટમાંથી નીચે નહીં ઉતરે તો તે ઉપરની છત સાથે અથડાશે અને મૃત્યુ પામશે. આ ગેરસમજને દૂર કરવા માટે, તમે નીચે આપેલ YouTube વિડિઓ જોઈ શકો છો જે જણાવે છે કે આ લિફ્ટ કેવી રીતે કામ કરે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)