News Continuous Bureau | Mumbai
Railway Bridge Viral Video : રેલવે ટ્રેક પર જઈને રીલ બનાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર અવાર નવાર વાયરલ થાય છે. જેમાં લોકો રીલ બનાવતી વખતે જીવ ગુમાવે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં, એક વ્યક્તિ નદી પર બનેલા રેલ્વે પુલ પર બાઇક ચલાવતો જોવા મળે છે. આ દરમિયાન, તેની સાથે બેઠેલો બીજો યુવક રીલ બનાવી રહ્યો છે. આ વીડિયોમાં, ત્રણ લોકો બાઇક પર બેઠા છે અને પુલ પરથી પસાર થતી વખતે ખતરનાક સ્ટંટ કરી રહ્યા છે.
Railway Bridge Viral Video :જુઓ વિડીયો
In this video, the person is seen riding a motorcycle on a railway bridge over a river while making a reel, endangering not only their own life but also the lives of two others. The video appears to be from #Jharkhand
Requesting @RPF_INDIA to take appropriate action.
Instagram… pic.twitter.com/InksWFFt97— Jharkhand Rail Users (@JharkhandRail) January 17, 2025
મીડિયા રિપોર્ટ મુજબ આ વીડિયો ઝારખંડનો હોવાનું કહેવાય છે અને તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તે વ્યક્તિ રેલ્વે ટ્રેકની વચ્ચે બાઇક ચલાવી રહ્યો છે, જેના કારણે તે ફક્ત પોતાનો જ નહીં પરંતુ બે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો: Indian Railways: વાહ, શું નજારો છે…. બરફથી ઢંકાયેલી રેલ્વે લાઈન પરથી પસાર થયું ટ્રેનનું એન્જિન… જુઓ વિડીયો..
Railway Bridge Viral Video : કડક કાર્યવાહીની માંગ
આ વીડિયો પર ઘણા લોકોએ ચિંતા વ્યક્ત કરી છે અને આ મામલે રેલવે અને આરપીએફ પાસેથી કડક કાર્યવાહીની માંગ કરી છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે એમ પણ કહ્યું છે કે હાલમાં પુલ પર ટ્રેનો દોડતી નથી. તે જ સમયે, વીડિયો જોયા પછી, મોટાભાગના લોકોએ તેને ખતરનાક સ્ટંટ ગણાવ્યો અને અન્ય લોકોને આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા અપીલ કરી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)