Site icon News Continuous Bureau | Mumbai

Rasgulla FIght Wedding : ભારે કરી… લગ્નમાં રસગુલ્લાને લઈને છેડાઈ ગઈ જંગ, મહેમાનોમાં થઈ જોરદાર લાત અને મુક્કાબાજી.. જુઓ વિડીયો

Rasgulla FIght Wedding : ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના શિકોહાબાદ શહેરમાં ડીકે મેરેજમાં એક લગ્ન સમારંભ દરમિયાન લાતો અને મુક્કાબાજી થઈ હતી. રસગુલ્લા માટે લગ્નનું ઘર યુદ્ધનું મેદાન બની ગયું. આ લડાઈનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો ૩ મિનિટ ૪૩ સેકન્ડનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે લોકો એકબીજા પર હુમલો કરી રહ્યા છે.

Rasgulla FIght Wedding Fight erupts over rasgullas at a wedding

Rasgulla FIght Wedding Fight erupts over rasgullas at a wedding

News Continuous Bureau | Mumbai

 Rasgulla FIght Wedding :લગ્નમાં મીઠાઈની મીઠાશ દરેકને ગમે છે, પરંતુ ક્યારેક આ મીઠાઈઓ વિવાદનું કારણ બની જાય છે. યુપીના ફિરોઝાબાદમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં શિકોહાબાદમાં એક લગ્ન સમારંભ દરમિયાન રસગુલ્લાને લઈને એટલો બધો હોબાળો થયો કે મામલો મારામારી સુધી પહોંચી ગયો. બંને પક્ષો વચ્ચે ઉગ્ર લડાઈ થઈ અને લગ્નનું વાતાવરણ થોડી જ વારમાં યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું.

Join Our WhatsApp Channel

 Rasgulla FIght Wedding : જુઓ વિડીયો

 

 Rasgulla FIght Wedding :લગ્નમાં હાજર મહેમાનો તમાશો જોતા રહ્યા

મીડિયા રિપોર્ટ મુજબ, પહેલા તો નાની મોટી વાત થઈ, પણ પછી ગુસ્સો એટલો વધી ગયો કે લોકો એકબીજા સાથે અથડાયા. વાતચીત રસગુલ્લાથી શરૂ થઈ અને પછી થપ્પડ, મુક્કા અને ખુરશીઓ ફેંકવા સુધી પહોંચી ગઈ.

શરૂઆતમાં, લગ્નમાં હાજર મહેમાનો તમાશો જોતા રહ્યા, પરંતુ જ્યારે ઝઘડો વધવા લાગ્યો, ત્યારે કેટલાક લોકોએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન ઘણા લોકો ઘાયલ થયા હતા. આ હંગામાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, લોકો એકબીજાને લાતો અને મુક્કા મારતા તથા ખુરશીઓ ફેંકતા જોઈ શકાય છે. ઘણા લોકો દરમિયાનગીરી કરવાને બદલે વીડિયો બનાવવામાં વ્યસ્ત જોવા મળ્યા.

આ સમાચાર પણ વાંચો: Wedding Video : લગ્ન મંડપમાં વર-કન્યા ફરી રહ્યાં હતા ફેરા, અચાનક ગોર મહારાજ ગુમાવી દીધો પિત્તો, મહેમાનો પર ફેંકી ફૂલોની થાળી; જુઓ વિડીયો..

 Rasgulla FIght Wedding :લગ્નમાં ખાવાના મુદ્દે વિવાદ થવો નવું નથી 

બબાલની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને કોઈક રીતે મામલો શાંત પાડ્યો. પોલીસનું કહેવું છે કે લડાઈમાં સામેલ લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. જે પણ દોષિત સાબિત થશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જોકે, આ પહેલી વાર નથી જ્યારે લગ્નમાં ખાવાના મુદ્દે વિવાદ થયો હોય. આ પહેલા પણ ખોરાક, પીરસવા અને મીઠાઈઓના જથ્થાને લઈને ઝઘડાના અહેવાલો આવ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Monkey ‘pool party’ at Taj Mahal તાજમહેલમાં વાંદરાઓની ‘પૂલ પાર્ટી’ ફુવારાઓ બની ગયા સ્વિમિંગ પુલ, વીડિયો જોઈને હસવું નહીં રોકી શકો!
Anand Mahindra Young Street Magician નૈનીતાલના નાના જાદુગરની કળાના મુરીદ બન્યા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા, વીડિયો શેર કરી બાળકની અદભુત કળાને બિરદાવી, સપના પૂરા કરવા મદદની ઓફર
Haridwar Ganga Ghat Viral Video। હરિદ્વારના ગંગા ઘાટ પર કૂતરાને નવડાવવા પહોંચી મહિલા, ભક્તોનો ભારે વિરોધ અને સોશિયલ મીડિયા પર આક્રોશ
The Science of Tetrachromacy: કુદરતની અજાયબી: દુનિયાની કેટલીક મહિલાઓ જોઈ શકે છે ૧૦ કરોડ રંગો! પુરુષો માટે અશક્ય છે આ ‘સુપર પાવર’, જાણો તેની પાછળનું વિજ્ઞાન
Exit mobile version