News Continuous Bureau | Mumbai
Thala for a reason :ભારતના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હંમેશા તેના નમ્ર વર્તન માટે જાણીતા છે. કેપ્ટન એમએસ ધોનીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ પણ તેની લોકપ્રિયતામાં ઘટાડો થયો નથી. ચાહકો IPL દરમિયાન તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક દેખાય છે. ધોની પણ તેના ચાહકોને ક્યારેય નિરાશ કરતો નથી. હાલ માં જ તેમનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ફેન તેની કાર રોકીને સેલ્ફીની માંગ કરી રહ્યો છે.
Thala for a reason : લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે નમ્ર સ્વભાવ
વાસ્તવમાં, એમએસ ધોની રાંચીમાં સ્થિત તેના ફાર્મહાઉસમાં પ્રવેશવાનો હતો અને તે તેની મર્સિડીઝ AMG G63 ચલાવી રહ્યો હતો. ધોનીના ઘરમાં પ્રવેશતા જ એક પ્રશંસકે તેની સાથે એક તસવીર ક્લિક કરાવવાની વિનંતી કરી. ધોનીએ નમ્રતાપૂર્વક તેની સાથે એક તસવીર ખેંચાવી અને લોકોને તેનો નમ્ર સ્વભાવ ખૂબ પસંદ આવી રહ્યો છે.
Thala for a reason : જુઓ વિડીયો
MS Dhoni making his fans happy 💛
– Thala is an emotion…!!!!!pic.twitter.com/SARgLiOxm6
— Johns. (@CricCrazyJohns) June 17, 2024
Thala for a reaon : કારનો કાચ નીચે કર્યો અને ફેન સાથે તસવીર ક્લિક કરાવી.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ફેન ધોની પાસે જાય છે અને કહે છે કે, “મને એક ફોટો આપો, એક ફોટો પ્લીઝ સર. બસ એક સેકન્ડ લાગશે, પ્લીઝ ડાઉન ધ મિરર સર.” જોકે ધોનીએ શરૂઆતમાં તસવીર ક્લિક કરાવવાની ના પાડી હતી, પરંતુ બાદમાં હસતાં હસતાં કારનો કાચ નીચે કર્યો અને ફેન સાથે તસવીર ક્લિક કરાવી. આ નમ્ર સ્વભાવ માટે ચાહકો સોશિયલ મીડિયા દ્વારા ધોની પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. આ સિવાય ધોની ફાધર્સ ડેના અવસર પર પણ ચર્ચાનો વિષય બન્યો હતો. ધોનીની દીકરી ઝીવાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો ક્લિપ શેર કરી છે, જેમાં ધોની તેના પાલતુ કૂતરા સાથે સમય પસાર કરતો જોવા મળી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Jim Corbett : પ્રવાસીઓ સામે અચાનક આવી ગયો વાઘ અને કરવા લાગ્યો ગર્જના, પછી જે થયું? જુઓ આ વીડિયોમાં..
Thala for a reason : કેવું છે ધોનીનું ફાર્મ હાઉસ અંદરથી?
એમએસ ધોનીનું રાંચીમાં સ્થિત ફાર્મહાઉસ અનેક સુવિધાઓથી સજ્જ છે. કહેવાય છે કે આ ફાર્મહાઉસ 7 એકરમાં ફેલાયેલું છે અને તેની કિંમત અંદાજે 6 કરોડ રૂપિયા છે. ફાર્મહાઉસનો મોટાભાગનો હિસ્સો વૃક્ષોથી ઘેરાયેલો છે અને એક બગીચો પણ છે. ક્રિકેટ પ્રેક્ટિસ માટે પિચ, નેટ સાથેનું જિમ્નેશિયમ, સ્વિમિંગ પૂલ અને ઇન્ડોર સ્ટેડિયમ પણ અહીં બનાવવામાં આવ્યું છે. લિવિંગ એરિયાની નજીક પણ ઘણા વૃક્ષો અને છોડ છે, જે આ ફાર્મહાઉસને અદ્ભુત લુક આપે છે.
https://twitter.com/i/status/1802678009750847977