Train Chai Video: શું તમે પણ ટ્રેનમાં ચા પીઓ છો? તો જુઓ આ વાયરલ વિડિયો… જેને જોયા પછી નહીં થાય ઈચ્છા..

Train Chai Video: ક્યારેક ઇન્ટરનેટ પર સોશિયલ મીડિયાની દુનિયામાં એવા દ્રશ્યો જોવા મળે છે જે આપણને ચોંકાવી દે છે. તમને તમારી આંખો પર વિશ્વાસ નથી આવતો કે આવું પણ થઈ શકે છે. તમને વિશ્વાસ નહીં આવે પણ હમણાં જ એક એવો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે જે કોઈપણના મનને ચકરાવે ચડાવી દેશે.

by kalpana Verat
Train Chai Video Love train ki chai Watch horrifying video of tea vendor filling water from toilet

News Continuous Bureau | Mumbai

Train Chai Video: ભારતીય રેલ્વેમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક ચા વેચનાર ટ્રેનના શૌચાલયમાં ચાના કન્ટેનરને ધોતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં ચા વેચનાર ટ્રેનના શૌચાલયના જેટ સ્પ્રેથી પોતાના કન્ટેનરને સાફ કરતો જોવા મળે છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે રોષ જોવા મળી રહ્યો છે. યુઝર્સ આ મામલે તપાસની માંગ કરી રહ્યા છે.

Train Chai Video: વીડિયોમાં ચા વેચનારનો વિવાદાસ્પદ દ્રશ્ય

આ વીડિયોની શરૂઆતમાં, એક ચા વેચનાર ભારતીય શૌચાલયમાં પોતાનો ચાનો ડબ્બો રાખતો જોવા મળે છે. પછી તે જેટ સ્પ્રેથી પાણી છાંટીને કન્ટેનર ધોએ છે. આ વીડિયો બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો x એકાઉન્ટ પર @Lap_surgeon નામના ડૉક્ટર દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ શેર કરતી વખતે, તેમણે કેપ્શનમાં લખ્યું, “10 રૂપિયામાં ટ્રેનની ચા કોણ પીવે છે? બધા પીવે છે, કોઈ શું કરી શકે, તે મજબૂરી છે.” આ વાયરલ વીડિયોમાં, એક માણસ ટ્રેનના શૌચાલયમાં ચાના કન્ટેનરને ધોતો દેખાય છે.

Train Chai Video: સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા

 વીડિયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેમાં ઘણા લોકોએ ભારતીય રેલ્વેના ફૂડ અને સ્વચ્છતા પર સવાલ ઉઠાવ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને ભારતીય રેલ્વે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) ના સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષા પગલાં પર પ્રશ્નો ઉભા થયા. એક યુઝરે મજાક ઉડાવી, “સંસાધનોનો મહત્તમ ઉપયોગ, જે સમય અને શક્તિ બંને બચાવે છે. ભારતીય રેલ્વેનો આભાર, હંમેશા અમારી સેવામાં.

આ સમાચાર પણ વાંચો : Train viral video : છી.. છી.. છી.. આવી રીતે બને છે ટ્રેનમાં મળતા ચણા મસાલા, આ વિડીયો જોયા પછી નહીં થાય ખાવાની ઈચ્છા…

જ્યારે બીજા એક યુઝરે લખ્યું, ભારતને રેલ્વેમાં વધુ ખાનગીકરણની જરૂર છે. ત્રીજા યુઝરે કહ્યું, દરરોજ મધ્યમ વર્ગ માટે આ દેશ છોડવાનું એક નવું કારણ હોય છે. કેટલાક યુઝર્સે ધાર્મિક ટિપ્પણીઓ પણ કરી. એકે લખ્યું, લોકોએ ભગવાનથી ડરવું જોઈએ.

Train Chai Video: આ પહેલી વાર નથી, 2018 માં પણ આવો કિસ્સો બન્યો હતો

આ પહેલી વાર નથી જ્યારે આવી ઘટના પ્રકાશમાં આવી હોય. 2018 માં પણ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક ચા વેચનાર ટ્રેનના શૌચાલયમાંથી પાણી કાઢીને તેનો ઉપયોગ ચા બનાવવા માટે કરી રહ્યો હતો. આ ઘટના ચેન્નાઈ-હૈદરાબાદ એક્સપ્રેસમાં બની હતી. આ ઘટના બાદ ભારતીય રેલ્વેએ તપાસ શરૂ કરી અને ચા વેચનાર પર 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More