Site icon

Zomato Delivery Boy : સપના, મજબૂરી અને સમયની તંગી… ટ્રાફિક જામમાં બાઇક પર યુપીએસસીનો અભ્યાસ કરતો જોવા મળ્યો ફૂડ ડિલિવરી બોય; જુઓ વિડીયો

Zomato Delivery Boy : એક Zomato ડિલિવરી મેન ટ્રાફિક જામમાં અટવાતા UPSC લેક્ચર જોતો વીડિયોમાં પકડાયો હતો. UPSC લેક્ચરર આયુષ સાંઘી દ્વારા 29 માર્ચે X ના રોજ શેર કરવામાં આવેલ વિડિયોમાં તે વ્યક્તિ તેના UPSC અભ્યાસમાં વ્યસ્ત દેખાતો હતો અને તેને સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

Zomato Delivery Boy Sapne aur Majbori Zomato Delivery Boy Studies For UPSC Exam While Stuck In Traffic

Zomato Delivery Boy Sapne aur Majbori Zomato Delivery Boy Studies For UPSC Exam While Stuck In Traffic

 News Continuous Bureau | Mumbai 

Zomato Delivery Boy : જ્યારે તમે ધ્યાનથી જોશો તો તમને આ સમાજમાં બે પ્રકારના લોકો જોવા મળશે. એક, એવા લોકો છે જેમની પાસે સંસાધનોની કોઈ કમી નથી છતાં પણ તેઓ કોઈ પણ કામ કરતા શરમ અનુભવે છે. તો બીજા, કેટલાક લોકો એવા પણ હોય છે જેમની પાસે સંસાધનો અને સમયનો અભાવ હોય છે પરંતુ કંઈક કરવાની ધગશ હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક  ફૂડ ડિલિવરી બોયનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોયા પછી તમે ચોક્કસ પ્રોત્સાહિત થશો. આવો તમને જણાવીએ કે આ વીડિયો કોનો છે અને તે વીડિયોમાં શું કરી રહ્યો છે.

Join Our WhatsApp Community

જુઓ વિડીયો 

ટ્રાફિકમાં અટવાવા છતાં UPSC લેક્ચર અટેંડ કરી રહ્યો છે..

ઝોમેટોના ડિલિવરી બોય નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ટ્રાફિકમાં અટવાવા છતાં UPSC લેક્ચરના વીડિયો જોઈ રહ્યો છે. આ વીડિયોને UPSC લેક્ચરર આયુષ સાંઘીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર શેર કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ લોકો ઝોમેટો ડિલિવરી બોયના સમર્પણના વખાણ કરતા થાકતા નથી. કે તે પોતાની ડ્યુટી દરમિયાન પણ અભ્યાસ કરે છે.

આ સમાચાર પણ વાંચો :  બર્થ ડે બન્યો ડેથ ડે, ઓનલાઈન મંગાવી કેક, કેક ખાતા 10 વર્ષની બાળકીનું નીપજ્યું મોત; જુઓ વિડિયો

સખત અભ્યાસ કરવા માટે વધુ પ્રેરણાની જરૂર નથી

વીડિયોમાં જોઈ શકાય છે કે આજુબાજુ ઘણો ઘોંઘાટ છે, તેમ છતાં વ્યક્તિ તેના ફોન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. આ વીડિયોને શેર કરતી વખતે, તેનું કેપ્શન લખ્યું છે, ‘આ વીડિયો જોયા પછી, મને નથી લાગતું કે તમારે સખત અભ્યાસ કરવા માટે વધુ પ્રેરણાની જરૂર છે.’ પોસ્ટ કરવામાં આવ્યા બાદ આ વીડિયોને હજારો લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોને મોટી સંખ્યામાં લોકોએ લાઈક અને શેર પણ કર્યો છે. 

યુસર્સનો મિશ્ર પ્રતિસાદ 

સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને પ્રેરણાદાયી ગણાવી રહ્યા છે. તેમણે કોમેન્ટ સેક્શનમાં પોતાનો જવાબ આપ્યો છે. એક યુઝરે લખ્યું, ‘પથ મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ ઈનામ અમૂલ્ય છે.’  અન્ય એક યુઝરે કહ્યું, ‘આ વિડીયો એટલો પ્રેરણાદાયક છે કે તે મને પહેલા કરતા વધુ મહેનત કરવા માટે પ્રેરિત કરી રહ્યો છે.’ જો કે, કેટલાક લોકોને તે બિલકુલ પ્રેરણાદાયક ન લાગ્યું. એક યુઝરે લખ્યું, ‘આ એક રોગ છે, પ્રેરણા નથી.’ તેણે કહ્યું કે વ્યક્તિ વ્યસ્ત રોડ પર પોતાનું ધ્યાન અન્યત્ર કેન્દ્રિત કરી રહ્યો છે, જે ખતરનાક બની શકે છે. અન્ય યુઝરે કહ્યું, ‘ખોટી પ્રેરણા. અકસ્માત થઈ શકે છે. તે જ સમયે, કેટલાક લોકો કહે છે કે આવા પડકારજનક વાતાવરણમાં પણ ડિલિવરી મેન કેવી રીતે કામ અને અભ્યાસ વચ્ચે સંતુલન બનાવી રહ્યો છે.

  (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The Science of Tetrachromacy: કુદરતની અજાયબી: દુનિયાની કેટલીક મહિલાઓ જોઈ શકે છે ૧૦ કરોડ રંગો! પુરુષો માટે અશક્ય છે આ ‘સુપર પાવર’, જાણો તેની પાછળનું વિજ્ઞાન
Viral Video: અડધી રાત્રે કબ્રસ્તાનમાંથી આવ્યો બિરયાનીનો ઓર્ડર, લોકેશન જોઈને ફૂડ ડિલિવરી બોયના હોશ ઉડી ગયા!
Meet Armadillo: શું તમે જાણો છો? દુનિયાનું એક એવું પ્રાણી જેની ત્વચા પર ગોળી પણ બેઅસર છે; સિંહ અને વાઘ પણ તેનાથી માને છે હાર
Jugaad Video :ભારતીયોનો ‘જુગાડુ’ દિમાગ: બાઇક માલિકે લગાવ્યો એવો લોક કે હવે ચોર પણ માથું ખંજવાળતો રહી જશે; જુઓ
Exit mobile version