ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
31 ઓક્ટોબર 2020
વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે વર્તમાનમાં લગાવવામાં આવેલા પ્રતિબંધો ના પગલે આ વર્ષે વૈશ્વિક સ્તર પર યાત્રા અને પર્યટન ઉદ્યોગમાં 17.4 કરોડ રોજગારી જવાનું અનુમાન છે. અગાઉ પરિષદે જૂનમાં પર્યટન ક્ષેત્રે 19.7 કરોડ રોજગાર જવાનું અનુમાન લગાવ્યું હતું.વિશ્વ યાત્રા અને પર્યટન પરિષદ (WTTC) એ કહ્યું છે કે, આ પહેલા અનુમાન કરતા ઓછું છે. તેના કારણે ચીન અને અન્ય દેશોમાં ડોમેસ્ટિક પર્યટનમાં સુધારો થવાનો છે.
પરિષદે આગળ કહ્યું હતું કે યાત્રા પ્રતિબંધોના કારણે આ વર્ષે ક્ષેત્રનું વૈશ્વિક જીડીપીમાં યોગદાન 4700 અરબ ડોલરથી ઓછું થઈ શકે છે. જે પાછલા વર્ષની યોગદાનની તુલનામાં 53 ટકા ઘટી શકે છે. પરિષદના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી એ જણાવ્યું હતું કે ક્ષેત્રની હાલત સુધરવામાં મોડુ થઈ શકે છે. ઘણા લોકોની નોકરીઓ જઈ શકે છે. તે તેના પર નિર્ભર કરે છે કે પ્રવાસ પછી અલગ રહેતા લોકોની પરિસ્થિતિ કેટલી ઝડપથી બદલાય છે. તે જ સમયે મુસાફરી પહેલાં અને પછી, એરપોર્ટ પર કોવિડ -19ની તપાસ કેટલી સસ્તી છે.
નોંધનીય છે કે વિશ્વમાં કોરોના વાયરસ મહામારીની કેસની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં કુલ 5,48,856 નવા કેસો સામે આવ્યાં છે. તો 7157 દર્દીઓના મોત નીપજી ચુક્યાં છે. વિશ્વમાં અત્યાર સુધીમાં 4.58 કરોડ લોકો સંક્રમિત થઈ ચુક્યાં છે. તો 11 લાખ 93 હજારથી વધારેના મોત થયા છે. અમેરિકામાં અત્યારસુધીમાં કુલ 59 લાખ 83 હજાર લોકો સ્વસ્થ થઈ ચુક્યાં છે. ભારતમાં કુલ 73 લાખ 71 હજાર લોકો સ્વસ્થ થયાં છે. તો બ્રાઝિલમાં 4 લાખ 96 હજાર લોકો, રશિયામાં 11 લાખ 86 હજાર લોકો અને ફ્રાંસમાં 1 લાખ 15 હજાર લોકો સ્વસ્થ થઈ ચુક્યાં છે.