Site icon

હવે ગરબે ઘૂમવાનું પણ મોંઘુ પડશે- જીએસટી લાગુ થયો

News Continuous Bureau | Mumbai

કોરોના મહામારીને(Covid19 pandemic) કારણે છેલ્લા બે વર્ષથી લોકો મન મૂકીને ગરબે ઘૂમી શક્યા નહોતા. તેથી આ વખતે બધી કસર પૂરી કરવાના સપના જોઈ રહેલા ખેલૈયાઓને જોરદાર ઝટકો લાગ્યો છે. ગુજરાત સરકારે(Gujarat Govt) ગરબાના પાસ(Garba Pass) ઉપર 18 ટકા GSTની જાહેરાત કરી છે. તેથી ખેલૈયાઓમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. ગરબા આયોજકોએ પણ સરકારના આ નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો છે. વિરોધ પક્ષોએ પણ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે.

Join Our WhatsApp Community

સરકારે 2022ની સાલ  માટે ગરબાના સિઝન પાસ(Season Pass) પર 18 ટકા જીએસટી(GST) લાગુ કર્યો છે. તેથી આ વખતે ગરબા રમવા મોંઘા પડશે. જીએસટી વધારાની અસર સીધી ખેલૈયાઓના ખિસ્સા પર પડવાની છે. જેના લીધે ખેલૈયાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જોકે, ડેઈલી પાસમાં જીએસટી ચૂકવવો નહીં પડે. 

વડોદરામાં(Vadodara) ચાર મોટા ગરબા આયોજકોએ જીએસટી લાગુ કરી દીધો છે.  સિઝન પાસ પર જીએસટી લગાવાતા વડોદરાના જ 1 લાખથી વધુ ખેલૈયાઓએ ગરબા રમવા માટે દોઢ કરોડથી વધુ જીએસટી પેટે ચૂકવવા પડશે. જ્યારે રાજકોટના 50 હજારથી વધુ ખેલૈયાઓએ 1 કરોડથી વધુનો જીએસટી આપવો પડશે. અમદાવાદમાં(Ahmedabad) તો આ આંકડો ઘણો મોટો હશે.

આ સમાચાર પણ વાંચો :  તૈયાર રહેજો-સામાન્ય નાગરિકોને પડશે મોંધવારીનો વધુ ફટકો- કુદરતી ગેસ અને પીએનજીના ભાવમાં થશે આટલા ટકાનો વધારો

ગરબા આયોજકોનું(Garba organizers) કહેવું છે કે, મૂવી જો ટેક્સ ફ્રી(Tax free) થઈ શકતી હોય તો, માતાજીના ભક્તિના તહેવારની ઉજવણી(Celebrating a festival) પર કેમ ટેક્સ લગાવાઈ રહ્યો છે? ગરબા આયોજકોએ કેટલી આવક પર જીએસટી ચૂકવવો પડશે અને કેટલા રૂપિયાના પાસ પર જીએસટી લાગશે તે અંગે પણ હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી. ખેલૈયાઓ માટે તો નવરાત્રીનો તહેવાર ઘણો મોંઘો બની ગયો છે. કેમકે, ચણિયા ચોળી પર 5 ટકાથી 12 ટકા જીએસટી લાગે છે. જેમાં 1 હજારથી ઓછી કિંમતની ચણિયા ચોળી પર 5 ટકા અને 1 હજારથી વધુ કિંમતની ચણિયા ચોળી પર 12 ટકા જીએસટી લાગે છે. જોકે, સરકારે જ્યારથી જીએસટી લાગુ કર્યો છે, ત્યારથી ચણિયા ચોળી પર જીએસટી લેવાઈ રહ્યો છે. હવે, સીઝન પાસ પર જીએસટી લગાવી દેવાતા ખેલૈયાઓના ખિસ્સા પર ભાર વધી જશે.

ગરબાના પાસ પર જીએસટી લગાવવાના સરકારના નિર્ણય  સામે રાજ્કીય પક્ષોએ(Political parties) પણ વિરોધ દર્શાવ્યો છે. ગરબા પર જીએસટી લાદવો એ ગુજરાતની સંસ્કૃતિ નું અપમાન છે. ભાજપ દ્વારા ગરબા પર જીએસટી લાદવો એ ગુજરાતની પરંપરા નું અપમાન ગણાવવામાં આવ્યું છે. ગરબાએ શ્રદ્ધાનો વિષય છે, પૈસા કમાવવાનું સાધન નથી. તેમણે ગરબા પર લાદવામાં આવેલો જીએસટી પાછો ખેંચવાની માગણી પણ જુદા જુદા રાજકીય પક્ષોએ કરી છે.
 

GST Deduction: ટાટા ટિયાગો કે મારુતિ વેગનઆર, હવે જીએસટી કપાત પછી કઈ કાર મળશે સસ્તી?
Rupee Fall: અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનો ઐતિહાસિક ઘટાડો, અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો
Gold Price: નવરાત્રીના પહેલા દિવસે સોના ના ભાવ માં આવ્યો જબરજસ્ત ઉછાળો,જાણો ૨૨ અને ૨૪ કેરેટના ભાવ કેટલા છે?
GST Rates: GST દરોમાં ઘટાડાથી ભારતીય કંપનીઓની આવકમાં આટલા ટકા નો વધારો થવાનો અંદાજ; જાણો નિષ્ણાતો શું કહી રહ્યા છે
Exit mobile version