News Continuous Bureau | Mumbai
Royal Enfield, મિડલવેઇટ મોટરસાઇકલ સેગમેન્ટમાં(middleweight motorcycle segment) માર્કેટ લીડર(market leader), તેના 350cc પોર્ટફોલિયોને રિફ્રેશ કરવા માંગે છે. કંપનીએ 2020માં જે-સિરીઝ એન્જિન સાથે પ્રથમ બાઇક Meteor 350 લોન્ચ કરી હતી. આ પછી નવી જનરેશન ક્લાસિક 350 લૉન્ચ(New Generation Classic 350) કરવામાં આવી હતી અને આ વર્ષે કંપનીએ હંટર 350 માર્કેટમાં લૉન્ચ કરી છે. હવે કંપની બુલેટ 350ને નવા લુકમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.
બુલેટ 350માં અપગ્રેડ દરમિયાન વધારે ફેરફાર કરવામાં આવશે નહીં. નવી જનરેશન બુલેટ તેના જૂના બોલ્ડ લુકની(Bold Look) સાથે નવા કલર્સમાં પણ બજારમાં આવશે. આ બાઇક ટેસ્ટિંગ(Bike testing) દરમિયાન જોવા મળી હતી. આ દરમિયાનનવી બુલેટ 350 માં હેડલેમ્પ્સ અને ટેલલેમ્પ્સના(headlamps and taillamps) સ્વરૂપમાં નવા ફેરફારો જોવા મળ્યા.
વર્તમાન બુલેટ કરતા નવા બુલેટમાં ક્રોમ હાઈલાઈટ્સનો ઉપયોગ થોડો વધુ કરવામાં આવ્યો છે. ક્રોમ બિટ્સ હેડલેમ્પ્સ, ટર્ન ઇન્ડિકેટર, ફ્યુઅલ ટેંક અને રીઅર વ્યૂ મિરર્સ પર જોઈ શકાય છે. બાઇકની રેટ્રો થીમ મોટા ભાગે પહેલા જેવી જ છે. તેમાં રાઉન્ડ હેડલેમ્પ્સ અને ટર્ન ઈન્ડિકેટર્સ ક્લાસિક ટીયર-ડ્રોપ આકારની ફ્યુઅલ ટેંક, બાજુમાં જૂનું યુટિલિટી બોક્સ, પાછળના પહોળા મડ ગાર્ડ અને વાયર-સ્પોક વ્હીલ્સ જેવા ફિચર્સ મળે છે.
આ સમાચાર પણ વાંચો: દિલ્હીથી બિકાનેર એક જ ચાર્જ પર જશે- આ ઇલેક્ટ્રિક SUV મળશે 500 કિમીની રેન્જ
એવું કહેવામાં આવી રહ્યું છે કે નવી બુલેટ 350 નવા કલર ઓપ્શનમાં આપવામાં આવી શકે છે. હાલમાં, બુલેટ 350 બ્લેક, ઓનીક્સ બ્લેક અને સિલ્વર ઓપ્શન સાથે આવે છે. બુલેટ ES વેરિઅન્ટમાં રીગલ રેડ અને રોયલ બ્લુ કલર ઓપ્શન પણ મળે છે.
રોયલ એનફિલ્ડની(Royal Enfield) નેક્સ્ટ જનરેશન બુલેટ 350ને કંપનીના નવા J-સિરીઝ પ્લેટફોર્મ પર વિકસાવવામાં આવશે જેમ કે નવા Classic 350, Meteor 350 અને Hunter 350. J-Series પ્લેટફોર્મની ખાસ વિશેષતા એ છે કે અહીં ડેવલપ કરવામાં આવી રહેલી બાઈકમાં જબરદસ્ત પરફોર્મન્સ મેળવવાની સાથે વધુ પાવર અને ઓછા વાઈબ્રેશન છે.
જો આપણે Royal Enfieldના નેક્સ્ટ જનરેશન બુલેટ 350માં મળેલા એન્જિન વિશે વાત કરીએ તો તે 349cc સિંગલ સિલિન્ડર એર-કૂલ્ડ એન્જિન સાથે આવી શકે છે. તે 20.2bhp પાવર અને 27Nm ટોર્ક જનરેટ કરી શકે છે. નવી બુલેટ 350 5-સ્પીડ ગિયરબોક્સ સાથે આવશે. સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે તેની માઈલેજ પણ પહેલા સારી હશે.
આ સમાચાર પણ વાંચો: આ કાર Tata Nexon કરતાં વધુ સિક્યોર છે- જુઓ ટોપ-10નું લિસ્ટ