ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 નવેમ્બર 2021
શનિવાર.
ગ્રાહકોને રાહત આપવા માટે દેશના 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પેટ્રોલ અને ડીઝલ પરના વેટ એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ માં ઘટાડો કર્યો છે. દિવાળીની પૂર્વ સંધ્યાએ પેટ્રોલ અને ડીઝલ પરની સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ કેન્દ્ર સરકારે રાજ્યોને વેટ ઘટાડવાની અપીલ કરી હતી. જે બાદ ઘણા રાજ્યોએ પગલા લીધા અને પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડ્યો. પેટ્રોલ અથવા ડીઝલ પર વેટ ઘટાડવાની જાહેરાત કરનારા મોટાભાગના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અથવા તેના સાથી પક્ષોનું શાસન છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે મીડિયાને જણાવ્યું કે જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં કોઈ ઘટાડો કર્યો નથી તે છે- મહારાષ્ટ્ર, દિલ્હી NCT, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ, ઝારખંડ, છત્તીસગઢ અને રાજસ્થાન.
ભોપાલના આ રેલવે સ્ટેશનનું નામ બદલાશે, કેન્દ્રને મોકલવામાં આવ્યો પ્રસ્તાવ; જાણો વિગતે
કેન્દ્ર અને રાજ્ય સરકારે અનુક્રમે સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી અને વેટમાં ઘટાડો કરવાની જાહેરાત કર્યા બાદ પંજાબમાં પેટ્રોલના ભાવમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. પંજાબમાં પેટ્રોલની કિંમતમાં 16.02 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે, ત્યારબાદ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં 13.43 રૂપિયા અને કર્ણાટકમાં 13.35 રૂપિયાનો ઘટાડો થયો છે.
આંદામાન અને નિકોબારના ગ્રાહકોને દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ 82.96 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઇ રહ્યું છે, જ્યારે ઇટાનગરમાં પેટ્રોલ 92.02 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. જયપુરમાં પેટ્રોલની કિંમત 117.45 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે મુંબઈના ગ્રાહકોને તે 115.85 રૂપિયામાં મળી રહ્યું છે. ડીઝલ માટે, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં પ્રતિ લિટર 19.61 રૂપિયાનો મહત્તમ ઘટાડો જોવા મળ્યો છે, ત્યારબાદ કર્ણાટકમાં 19.49 રૂપિયા અને પુડુચેરીમાં 19.08 રૂપિયાનો ઘટાડો થયો છે.
બ્રિટન બાદ હવે આ દેશમાં વાઘ, દીપડા તથા સિંહ સહિત આટલા પ્રાણીઓ થયા કોરોનાગ્રસ્ત, જાણો વિગતે