News Continuous Bureau | Mumbai
જાણીતી કંપનીઓના IPOમાં રોકાણ કરવાનું વધી ગયું છે. તેમાં પણ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનાઓમાં IPO માટે ઐતિહાસિક સાબિત થયો છે. અત્યાર સુધી કુલ 50 કંપનીઓ બજારમાંથી લગભગ 1.15 લાખ કરોડ રૂપિયાનું ફંડ IPOથી ભેગું કર્યું છે. પરંતુ તેમાંથી મોટાભાગના IPOમાં રોકાણ કરનાઓને નિરાશ થવાનો વખત આવ્યો છે.
મુખ્યત્વે પેટીએમ અને ઝોમેટો જેવી અગ્રણી કંપનીઓના IPOમાં રોકાણ કરનારાઓને ભારે નિરાશ થવું પડયું છે. લિસ્ટિંગમાં બાદ તેના શેરના ભાવ ગગડી ગયા છે અને રોકાણકારોની અપેક્ષા મુજબ તેમને ફાયદો થયો નથી.
આ સમાચાર પણ વાંચો : બંગડીના ઉત્પાદકોનો હડતાળ નિર્ણય આશ્ચર્યજનક, સરકાર સાથે વાતચીત કરીને ઉકેલ લાવવાની CAITએ આપી સલાહ. જાણો વિગતે
પ્રાઈમ ડેટાબેઝના આંકડા અનુસાર 50માંથી 36 કંપનીઓના સ્ટોક લિસ્ટિંગ પ્રાઈસ સામે ઘટી ગયા છે. જે રોકાણકારોએ IPOના લોન્ચિંગ સમયે રોકાણ કર્યું હતું. તેઓને ખોટ ગઈ છે. તેમાં 36માંથી 22 IPO ઈશ્યુ પ્રાઈઝ સામે ઓછું રિટર્ન આપી રહી છે.
ગયા વર્ષે આવેલા મોટાભાગના IPOની કિંમત વધુ હતું. જો બજારમાં તેજીને કારણે ઓવરવેલ્યુએશન ધરાવતા IPO પણ ઓવર સબસ્ક્રાઈબ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં મંદીના સમયગાળામાં તેની કિંમતમાં ઘટાડો થાય છે. ઝોમેટો, પેટીએમ કંપનીઓ IPO લાવી ત્યારે મોટી સંખ્યામાં તેમા લોકોએ રોકાણ કર્યું હતું, પંરતુ તે હજી સુધી પોતાના રોકાણકારોને નફો કરાવી શકી નથી.