કોરોનાકાળમાં પણ કેન્દ્ર સરકારના ટેક્સ કલેક્શનમાં થયો શાનદાર વધારો, આટલા લાખ કરોડ રૂપિયા કર્યા એકત્ર; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021

શનિવાર 

કોરોના સંકટ હોવા છતાં આ વર્ષે કેન્દ્ર સરકારના ટેક્સ કલેક્શનમાં શાનદાર વધારો થયો છે. 

ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં નેટ પર્સનલ અને કોર્પોરેટ ટેક્સ કલેક્શન 74 ટકા વધીને 5.70 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. 

આમાં કોર્પોરેટ ટેક્સ એટલે કે કંપની ટેક્સ રૂ. 3.02 લાખ કરોડ અને પર્સનલ ઇનકમ ટેક્સ 2.67 લાખ કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે

એક એપ્રિલથી 22 સપ્ટેમ્બર સુધીમાં નેટ ડાયરેક્ટ ટેક્સ 5,70,568 કરોડ રૂપિયા રહ્યું છે. 

ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં આ રકમ 3.27 લાખ કરોડ રૂપિયા હતી. એટલે કે ગયા વર્ષની સરખામણીમાં 74.4 ટકાનો વધારો જોવા મળ્યો છે 

કોરોના પહેલાના સમયગાળા દરમિયાન એટલે કે 2019-20માં આ સમયગાળા દરમિયાન થયેલા નેટ ટેક્સ કલેક્શન કરતાં પણ આ વધુ છે.

દુઃખદ : આ પ્રખ્યાત નારીવાદી લેખિકા અને સામાજિક કાર્યકર્તાએ દુનિયાને કહ્યું અલવિદા, કેન્સરની ચાલી રહી હતી સારવાર

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More