ઓગસ્ટમા બેન્કનાં ચાર્જીસમાં બદલાવ થશે. RBI એ નેશનલ ઑટોમેટેડ ક્લિયરિંગ હાઉસના નિયમોમાં બદલાવ કર્યો છે જેના લીધે રજાના દિવસે પણ ટ્રાન્જેક્શન શક્ય બનશે.
નવા નિયમ અનુસાર હવે ગ્રાહક બેંકના ATM માંથી દર મહિને 5 વખત ફ્રી ટ્રાન્જેક્શન સુવિધાનો લાભ લઇ શકશે પરંતુ તેના બાદ વિડ્રોવલ પર ચાર્જ ભરવો પડશે.
RBIએ નાણાકીય લેણદેણ માટે 15-17 રૂપિયા જ્યારે તમામ કેન્દ્રોમાં 5-6 રૂપિયા પ્રતિ લેણદેણ ઇન્ટરચેંજ ફીમાં વધારો કર્યો છે.
ICICI બેંકે પણ પૈસા કાઢવાના નિયમોમાં બદલાવ કર્યો છે. હવેથી બેંક બ્રાન્ચમાં જઇને પ્રતિ મહિને 4 ટ્રાન્જેક્શન કરી શકાશે. જો કોઇ ચારથી વધુ વાર પૈસા કાઢે છે તો તેને પ્રતિ ટ્રાન્જેક્શનના હિસાબે 150 રૂ. ભરવા પડશે.
આ ઉપરાંત ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની ડોર સ્ટેપ બેંકિંગ સુવિધા માટે ચાર્જ આપવો પડશે. IPPBના અનુસાર, હવે દર વખતે ડોર સ્ટેપ બેંકિંગ સુવિધા માટે 20 રૂપિયા પ્લસ GST ચૂકવવો પડશે.
અત્યારસુધી ડોર સ્ટેપ બેંકિંગ માટે કોઈ ચાર્જ લેવામાં નહોતો આવતો.
ઑલિમ્પિક્સમાં બની અજબ-ગજબ ઘટના; કોચે રિંગમાં ઊતરતી મહિલાને માર્યા લાફા, જાણો વિચિત્ર કિસ્સો