Site icon News Continuous Bureau | Mumbai

સારા સમાચાર! તહેવારો પહેલાં છ કરોડ કર્મચારીઓના ખાતામાં સરકાર જમા કરશે આટલા કરોડ રૂપિયા, અહીં કરી શકાશે બૅલૅન્સ ચેક; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 6 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

તહેવારો દરમિયાન જ એમ્પ્લૉઈઝ પ્રોવિડન્ટ ફન્ડ ઑર્ગેનાઇઝેશન (EPFO)એ સાડાછ કરોડ કર્મચારીઓને ખુશખબર આપ્યા છે. બહુ જલદી વર્ષ 2020-21ના આર્થિક વર્ષ માટેનું પ્રોવિડન્ટ ફન્ડ પર સાડાઆઠ ટકા ઇન્ટરેસ્ટ કર્મચારીઓનાં ખાતાંમાં જમા કરવામાં આવવાનું છે. EPFO દ્વારા એની માહિતી ટ્વીટ કરીને આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારે આર્થિક વર્ષ 2020-21 માટે એમ્પ્લૉઈઝ પ્રોવિડન્ટ ફન્ડ ઑર્ગેનાઇઝેશને 8.5 ટકા વ્યાજને મંજૂરી આપી છે. 2019-20ના વર્ષમાં KYCમાં થયેલી ગરબડને કારણે કર્મચારીઓને વ્યાજ માટે ખૂબ રાહ જોવી પડી હતી. હવે 2020-21ના આર્થિક વર્ષ માટે સરકારે 8.5 ટકા વ્યાજદર નક્કી કર્યો છે. આ વ્યાજદર જોકે છેલ્લાં સાત વર્ષમાં સૌથી ઓછો વ્યાજદર છે.

કર્મચારી પોતાના પ્રોવિડન્ટ ફન્ડની રકમ જાણવા માટે 011-22901406 નંબર પર મિસ્ડ કૉલ કરીને જાણી શકશે. આ રકમ જાણવા માટે UAN, પૅન અને આધાર લિન્ક હોવાં આવશ્યક છે. ઑનલાઇન પણ બૅલૅન્સ ચેક કરી શકાશે.

જાણીતા ઉદ્યોગપતિ પ્રશાંત કારુળકરનું કોરોના યોદ્ધા તરીકે સન્માન; જાણો વિગત

PFની રકમ જાણવા epfindia.gov.in વેબસાઇટ પર લૉગ ઑન કરીને એના પર ઈ-પાસબુક પર ક્લિક કરવું. ઈ-પાસબુક પર કિલક કરવા પર passbook.epfindia.gov.in વેબસાઇટ પર નવી વિન્ડો ઓપન થશે. અહીં UAN પાસવર્ડ નાખવો. અહીં તમામ માહિતી અપલોડ કર્યા બાદ મેમ્બરે આઇડી પસંદ કરવાનો રહેશે. ત્યાર બાદ ઈ-પાસબુક પર EPF બૅલૅન્સ મળશે.

Wholesale Inflation August ક્રૂડ અને ફ્યુઅલ બાસ્કેટમાં તેજીની સીધી અસર ઉત્પાદન ખર્ચ વધતાં જથ્થાબંધ મોંઘવારી દરમાં મોટો ઉછાળો નોંધાયો
Qatar LNG Supply Disruptions India મોંઘો ગેસ ખરીદવા મજબૂર બન્યું ભારત કતારથી સપ્લાય ખોરવાતાં LPG સિલિન્ડરના ભાવ વધવાની શક્યતા, બજેટ પર પડશે સીધી અસર
Gold and Silver Price Fall Delhi પીળા અને સફેદ ધાતુમાં ભારે કડાકો ચાંદી ૧૦,૦૦૦ રૂપિયા ગગડી, જાણો આજનો લેટેસ્ટ સોનાચાંદીનો ભાવ
Vladimir Putin Praises Mahindra At BRICS Summit પુતિને બ્રિક્સ મંચ પરથી કેમ કરી મહિન્દ્રા ગ્રુપની સરાહના? જાણો વૈશ્વિક મંચ પર શું બોલ્યા રૂસી રાષ્ટ્રપતિ
Exit mobile version