ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 9 ડિસેમ્બર 2021
ગુરુવાર.
વર્લ્ડ લાઈનના ઈન્ડિયા ડિજિટલ પેમેન્ટ રીપોર્ટ ઊ૩ ૨૦૨૧ અનુસાર જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૨૧ના ત્રિમાસિકગાળામાં યુપીઆઈ વ્યવહારોના વોલ્યુમમાં ૧૦૩% અને યુપીઆઈ વ્યવહારોના મૂલ્યમાં અંદાજે ૧૦૦%નો વધારો વાર્ષિક ધોરણે નોંધ્યો છે. મોબાઇલ એપ્લિકેશન-આધારિત ચૂકવણીઓ ૨૦૨૧ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વોલ્યુમમાં ૩૨%ની વૃદ્ધિ અને મૂલ્યમાં અગાઉના ક્વાર્ટર એટલે કે ઊ૨ ૨૦૨૧ની સરખામણીમાં ૨૧%થી વધુનો ઉછાળો જાેવા મળ્યો હતો.કોરોનાના સમયગાળા દરમિયાન પ્રતિબંધો વધ્યાં અને ઓનલાઈન શોપિંગનું પ્રમાણ વધતું ગયું. બજારમાં હવે ૧૦૦% રોકડ ચૂકવણીનો વિકલ્પ હવે ભૂતકાળ બની ગયો છે. તાજેતરના એક રિપોર્ટ અનુસાર ક્રેડિટ કાર્ડ યુઝર્સની સંખ્યા સતત વધી રહી છે અને તેના કારણે ઓક્ટોબર મહિનામાં ખરીદારીનો આંકડો એક લાખ કરોડને પાર નીકળી ગયો છે. યુપીઆઈથી ટ્રાન્ઝેક્શન પણ વર્ષ દર વર્ષે વધી રહ્યા છે. માત્ર ચાર વર્ષમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં ૭૦ ગણો વધારો નોંધાયો છે, તેમ રિપોર્ટમાં ટાંકવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર તહેવારોની સિઝનમાં ઓનલાઈન શોપિંગ ખૂબ જ વધી હતી. આ સમયગાળા દરમિયાન ૪૧ ટકા ગ્રાહકોએ ડિજિટલ ચૂકવણી કરી છે જ્યારે ૨૬ ટકા ગ્રાહકોએ રોકડ ચૂકવણી કરી, જ્યારે ૨૩ ટકા ગ્રાહકોએ ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો વિકલ્પ પસંદ કર્યો છે. અહેવાલ અનુસર નવેમ્બર મહિનામાં કુલ ૪૧૮ કરોડ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. કુલ ટ્રાન્ઝેક્શન મૂલ્ય રૂ. ૭.૬૮ લાખ કરોડ હોવાનો અંદાજ છે. દૈનિક ધોરણે નવેમ્બરમાં દરરોજ યુપીઆઈ દ્વારા ૧૩ કરોડ વ્યવહારો થયા હતા. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં કુલ ેંઁૈં ટ્રાન્ઝેક્શનની સંખ્યા ૪૨૧ કરોડ હતી. રોકડ વ્યવહારોમાં નોંધપાત્ર ઘટાડો ૨૦૧૬ બાદ આવ્યો છે કારણ કે હવે વધુને વધુ લોકો ચૂકવણીના ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરી રહ્યા છે. એસબીઆઈના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એપ્રિલ ૨૦૨૧-નવેમ્બર ૨૦૨૧ દરમિયાન સિસ્ટમમાં રોકડ રૂ. ૧.૩ લાખ કરોડ હતી,જે ગત વર્ષના રૂ. ૩.૨ લાખ કરોડ કરતા નોંધપાત્ર ઓછી છે. ચોંકાવનારી વાત એ છે કે દિવાળી ૨૦૨૧ દરમિયાન છેલ્લા એક દશકમાં સૌથી વધુ રૂ. ૧.૨૫ લાખ કરોડની રેકોર્ડ ખરીદી થઈ હોવા છતાં કરન્સી ઈન સર્કયુલેશનમાં કોઈ વધારો થયો નથી. વર્ષ ૨૦૧૪ પછી પહેલી વખત આ પ્રકારની ઘટના બની છે. એસબીઆઈના અહેવાલ અનુસાર યુપીઆઈ ટ્રાન્ઝેકશન્સ ૨૦૧૭ બાદ ૭૦ ગણા વધ્યાં છે. નાણાંકીય વર્ષમાં અત્યાર સુધીમાં યુપીઆઈ થકી ૨૭ અબજ ટ્રાન્ઝેકશન થઈ ચૂક્યાં છે, જે ગત સમગ્ર નાણાંકીય વર્ષના ૨૨ અબજ ડોલરના આંક કરતા ૨૦% વધુ છે.
વિકી કૌશલ કેટરિના કૈફના લગ્ન ના ફૂટેજ આ OTT પર થશે ટેલિકાસ્ટ, આટલા કરોડ માં ડીલ થઈ ફાઇનલ; જાણો વિગત