News Continuous Bureau | Mumbai
Indian banks : ભારતીય બેંકોમાં આશરે 78,000 કરોડ રૂપિયા કોઈપણ પ્રકારના દાવા ( claimants ) વગર વર્ષોથી જેમના તેમ પડેલા છે. આ રકમ પ્રતિ વર્ષ વધી રહી છે જેને કારણે આખી બેન્કિંગ સિસ્ટમ ચિંતામાં છે. વાત એમ છે કે સરકારી કાયદા મુજબ કોઈપણ પૈસાનો એક વારસદાર હોઈ શકે એટલે કે એક નોમિનેશન કરવાની છૂટ હોય છે. જોકે એવા કેટલાય કેસો છે જેમાં નોમિનેશન કરવાનું રહી જાય છે અથવા નોમિની ( Nominee ) ની કોઈ ઓળખાણ હોતી જ નથી. અમુક રકમ સરકારી દાવા અને કોર્ટ કચેરીને કારણે બેંકમાં અટકી જાય છે. આ પરિસ્થિતિમાં સરકારે વહેલો નિકાલ લાવવા માટે એકથી વધારે નોમિનેશન ને પરવાનગી આપી છે.
જોકે હાલ પરિસ્થિતિ એવી છે કે 78,000 કરોડ રૂપિયા કોના છે તે વિશે કોઈ જાણકારી નથી. ચિંતા ની વાત એ છે કે બેન્કિંગ સિસ્ટમમાં આ રકમ લાંબા સમયથી રહેવાને કારણે જો એકાએક દાવેદારો આવી જાય તો બેન્કિંગ સિસ્ટમને ( Banking system ) પ્રભાવ પડી શકે તેમ છે. આથી આવનાર દિવસોમાં સમગ્ર વિષય સંદર્ભે સરકાર ( Central Government ) કોઈ પગલાં લે તેવી શક્યતા છે
આ સમાચાર પણ વાંચો: Raj Thackeray: રાજ ઠાકરેએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવાર ઘોષિત કર્યા. મુંબઈની સીટ પર પહેલો ઉમેદવાર જાહેર.