Site icon

સેન્સેક્સની ટોચની 9 કંપનીઓને થયું આટલા લાખ કરોડ રૂપિયાનું નુકસાન, તો ઈન્ફોસીસનું વધ્યું માર્કેટ કેપ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 29 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

સોમવાર.

કોરોનાના નવા વેરિયન્ટથી શેરબજારને પણ ભારે અસર પડી છે. માર્કેટમાં રોકાણકારોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ગયા અઠવાડિયે સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી 9 કંપનીઓના માર્કેટ કેપીટાઈલેઝન(મૂડી)માં રૂપિયા 1,47,360.93 કરોડનો ઘટાડો નોંધાયો હતો, તેમા પણ બજાજ ફાઇનાન્સમાં સૌથી વધુ નુકસાન થયું હતું.

ગયા અઠવાડિયે, BSE ના 30 શેરોવાળા ઈન્ડેક્સ સેન્સેક્સમાં 1050.68 પોઈન્ટ્સ એટલે કે 1.73 ટકાનો ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી માત્ર ભારતી એરટેલના માર્કેટ કેપીટલાઈઝેનમાં ગયા સપ્તાહે વધારો થયો છે. બજાજ ફાઇનાન્સ નું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 41,518.24 કરોડથી ઘટીને રૂ. 4,10,670.50 કરોડ થયું હતું.

ઇન્ફોસિસનું માર્કેટ કેપ રૂપિયા 37,950.03 કરોડથી ઘટીને રૂ. 7,10,925.34 કરોડ અને HDFC માર્કેટ કેપ રૂપિયા 33,067.68 કરોડ ઘટીને રૂપિયા 4,96,168.98 કરોડ થયું હતું.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI )નું માર્કેટ કેપ રૂપિયા 29,852.83 કરોડથી ઘટીને રૂપિયા 4,19,902.97 કરોડ થયું હતું. ICICI બેન્કનું માર્કેટ કેપ રૂપિયા 28,567.03 કરોડ ઘટીને રૂપિયા 5,01,039.91 કરોડ થયું છે.

મહારાષ્ટ્રની તમામ શાળાઓ 1લી ડિસેમ્બરથી શરૂ થશે કે નહીં? શું ફરીથી રાજ્યમાં લોકડાઉન લાગશે? જાણો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ટાસ્ક ફોર્સની બેઠકમાં શું કહ્યું

HDFC બેંકનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂપિયા 26,873.77 કરોડથી ઘટીને રૂપિયા 8,25,658.59 કરોડ થયું છે.

હિન્દુસ્તાન યુનિલિવર માર્કેટ કેપ રૂપિયા 14,778.93 કરોડની ખોટ સાથે રૂપિયા 5,48,570.82 કરોડ પર આવી ગયું હતું. ટાટા કન્સ્લટન્સની સર્વિસ (TCS)ની બજાર સ્થિતિ રૂ. 11,097.15 કરોડ ઘટીને રૂપિયા 12,74,563.64 કરોડ થઈ હતી.

જ્યારે તમામ કંપનીઓને નુકસાન થયું છે, તો કેટલીક કંપનીઓ એવી છે જેમનું માર્કેટ કેપ વધ્યું છે. ભારતી એરટેલનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂપિયા 12,769.55 કરોડ વધીને રૂપિયા 4,05,009.55 કરોડ થયું છે. ટોચની 10 કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. તે પછી TCS, HDFC બેન્ક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, ICICI બેન્ક, HDFC, SBI, બજાજ ફાઇનાન્સ અને ભારતી એરટેલનો નંબર આવે છે.

26 નવેમ્બરનો દિવસ શેરબજાર માટે બ્લેક ફ્રાઈડે સાબિત થયો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સે 1,687.9 પોઈન્ટ્સ અને નિફ્ટી 509.8 પોઈન્ટ્સનો ઘટાડો નોંધાવ્યો હતો.

iPhone 17: 2 લાખના આઈફોન કરતા આ વસ્તુ માં રોકાણ કરવું વધુ સારું, ગોકુલ અધ્યક્ષ ની વાયરલ પોસ્ટથી ચર્ચા.
SEBI Decision: સેબીનો હિન્ડનબર્ગને મોટો ફટકો, અદાણી ગ્રુપને મોટી રાહત, જાણો વિગતે
GST Reforms India: GST સુધારા ના કેન્દ્ર સરકારના નિર્ણયથી આ ક્ષેત્રને મળશે વેગ
GST Reforms: GST દરોમાં ઘટાડા થી થશે રૂપિયાનો વરસાદ! લોકોના હાથમાં આવશે આટલા લાખ, નિર્મલા સીતારમણે કહી મોટી વાત
Exit mobile version