Site icon News Continuous Bureau | Mumbai

Gold and Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ગાબડું! ચાંદી ₹૧,૫૦૦થી વધુ તૂટી, સોનું પણ સસ્તું થયું; રોકાણકારો માટે સોનેરી તક

Gold and Silver Prices Today: પશ્ચિમ એશિયાના યુદ્ધ અને અમેરિકી અધિકારીઓના આક્રમક નિવેદનોની અસર કિંમતી ધાતુઓ પર, બજારમાં અસ્થિરતા વચ્ચે ગ્રાહકોને આંશિક રાહત

Gold and Silver Prices Skyrocket Amid Middle East Tensions: 24K Gold Hits ₹1,58,240; Silver Touches ₹2.5 Lakh Mark

Gold and Silver Prices Skyrocket Amid Middle East Tensions: 24K Gold Hits ₹1,58,240; Silver Touches ₹2.5 Lakh Mark

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ઊર્જા બજારમાં સર્જાયેલી અસ્થિરતાને કારણે બુધવારે સોના અને ચાંદીના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીની કિંમતમાં ₹1,560 નો ઘટાડો નોંધાતા તે ₹2.75 લાખ પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. બીજી તરફ સોનાના ભાવમાં પણ ₹560 નો ઘટાડો થયો છે, જેના કારણે ૧૦ ગ્રામ સોનાનો ભાવ ₹1.63 લાખની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડની કિંમતમાં ૦.૩૪% નો ઘટાડો થતા તે ૫૨૨૪ ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી છે. ચાંદી પણ ૦.૩૨% ઘટીને ૮૯.૩૫ ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી. નિષ્ણાતોના મતે, વ્હાઇટ હાઉસ અને પેન્ટાગોન દ્વારા ઈરાન વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યા બાદ રોકાણકારોમાં અનિશ્ચિતતાનો માહોલ છે, જેની અસર કિંમતી ધાતુઓના ભાવ પર પડી રહી છે.

Join Our WhatsApp Channel

ઘરેલું બજારમાં સોના-ચાંદીની સ્થિતિ

રાજધાની દિલ્હી અને અન્ય મુખ્ય શહેરોમાં છેલ્લા બે દિવસમાં સોનામાં તેજી જોવા મળી હતી, પરંતુ આજનો ઘટાડો ગ્રાહકો માટે રાહત લાવ્યો છે.
૨૪ કેરેટ સોનું: અંદાજે ₹1,63,000 (પ્રતિ ૧૦ ગ્રામ)
૨૨ કેરેટ સોનું: અંદાજે ₹1,49,500 (પ્રતિ ૧૦ ગ્રામ)
નોંધનીય છે કે છેલ્લા બે દિવસમાં સોનું ₹૭૧૦ મોંઘું થયું હતું, જેની સામે આજનો ₹૫૬૦ નો ઘટાડો બજારને સંતુલિત કરી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Oil Crisis Deepens: એસ. જયશંકરનો ઈરાનને તાત્કાલિક ફોન! હોર્મુઝની ખાડીમાં સુરક્ષા મુદ્દે થઈ હાઈ-લેવલ ચર્ચા; ભારતની એનર્જી સિક્યોરિટી માટે લેવાયો મોટો નિર્ણય

ચાંદીમાં મોટી વધઘટ

ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. એક દિવસના ઉછાળામાં ₹૧૦,૧૦૦ નો વધારો થયા બાદ આજે ચાંદી ₹૧,૫૬૦ ઘટી છે. હોર્મુઝની ખાડીમાં તેલના ટેન્કરોને લઈને અમેરિકા દ્વારા અપાયેલી સ્પષ્ટતા બાદ તેલના ભાવમાં થયેલા ફેરફારની અસર પણ ચાંદી પર જોવા મળી છે.

શું કહે છે બ્લૂમબર્ગનો રિપોર્ટ?

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, પેન્ટાગોને સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા અને ઈઝરાયેલ ઈરાન વિરુદ્ધ અત્યાર સુધીના સૌથી ભીષણ હુમલા કરી રહ્યા છે. અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે આ યુદ્ધ જલ્દી ખતમ થવાના સંકેત આપ્યા હતા, પરંતુ હાલની પરિસ્થિતિ વધુ આક્રમક બની રહી છે. પશ્ચિમ એશિયામાં ૧૨માં દિવસે પણ યુદ્ધ ચાલુ રહેતા કાચા તેલના ઉત્પાદન અને રિફાઇનિંગ પ્રવૃત્તિઓ પર માઠી અસર પડી રહી છે, જે આડકતરી રીતે સોના-ચાંદીના બજારને પ્રભાવિત કરી રહી છે.

 

Delhi CAPF Deployment Extended દિલ્હીમાં કંઈક મોટું થવાના એંધાણ? ૨૭૩ કંપની પેરામિલિટ્રી ફોર્સિસની તૈનાતી આ તારીખ સુધી લંબાવાઈ…
RBI Repo Rate Hike Forecast સામાન્ય માણસનું બજેટ ફરી ખોરવાશે! RBI ડિસેમ્બરમાં વધારી શકે છે રેપો રેટ જાણો તમારા ખિસ્સા પર કેટલો વધશે EMI નો બોજ?
Piyush Goyal Rejects Western Climate Blame પ્રદૂષણ તમે ફેલાવ્યું ને બિલ અમારે ભરવાનું? વૈશ્વિક મંચ પર પશ્ચિમી દેશોને પિયૂષ ગોયલે આપ્યો રોકડિયા જવાબ; ગ્લોબલ મંચ પર સોપો પડી ગયો
Govt To Cut Stake In 4 PSU Banks સરકારી બેંકોના શેરમાં મોટો ધમાકો થવાના એંધાણ! કેન્દ્ર સરકાર ૪ PSU બેંકોમાં વેચશે હિસ્સો જાણો રોકાણકારો માટે કમાણીની શું છે તક?
Exit mobile version